ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: સમગ્ર દેશમાં રોજગાર વિનિમય કચેરીઓ મારફતે રોજગારી આપવામાં રાજ્ય મોખરે

’અનુબંધમ પોર્ટલ’ પર અત્યારસુધીમાં ૪.૫ લાખ કરતા વધુ રોજગારવાંચ્છુઓ તેમજ ૫૧ હજારથી વધુ નોકરીદાતાઓની નોંધણી
04:26 PM Jun 20, 2025 IST | Kanu Jani
’અનુબંધમ પોર્ટલ’ પર અત્યારસુધીમાં ૪.૫ લાખ કરતા વધુ રોજગારવાંચ્છુઓ તેમજ ૫૧ હજારથી વધુ નોકરીદાતાઓની નોંધણી

 

Gujarat : વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi )ના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાઓની ભૂમિકા મહત્વની રહેશે. જેમાં આપણું Gujarat રાજ્ય પણ યુવાનોને રોજગારી આપીને વિકસિત ગુજરાતની નેમ સાથે આ અભિયાનમાં અગ્રેસર બનીને સહભાગી થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજ્યની રોજગાર વિનિમય કચેરી દ્વારા છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં કુલ ૭,૭૧૨ ભરતીમેળાઓ થકી અંદાજે ૬.૨૯ લાખ કરતા વધુ રોજગારવાંચ્છુઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે.

ભરતી મેળાઓના આયોજન દ્વારા રોજગારી આપનાર તથા મેળવનાર વચ્ચે સેતુ બનીને વધુમાં વધુ યુવાનો રોજગારી પ્રાપ્ત કરી શકે તે દિશામાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર નક્કર કામગીરી કરી રહી છે. શ્રમ-રોજગાર મંત્રી  બલવંતસિંહ રાજપૂત (Balwantsinh Rajput)ના નેતૃત્વમાં ગુજરાત દેશભરમાં નીચા બેરોજગારી દર માટે તથા રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજય તરીકે મોખરાનું સ્થાન ધરાવે છે.

ગુજરાતનો બેરોજગારી દર માત્ર ૧.૧ ટકા જ

રોજગાર વિનિમય કચેરી Employment Exchange Offices થકી કરવામાં આવતી અસરકારક કામગીરીના પરિણામે કેન્દ્ર સરકારના સપ્ટેમ્બર-૨૦૨૪ના સર્વે મુજબ ભારતના ૩.૨ ટકા બેરોજગારી દરની સરખામણીએ ગુજરાત-Gujaratનો બેરોજગારી દર માત્ર ૧.૧ ટકા જ છે. જે રાજ્ય સરકારની રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.

રાજ્ય સરકારની ડિજિટલ પહેલ થકી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલા 'અનુબંધમ પોર્ટલ' થકી યુવાનો રોજગારલક્ષી સેવાઓ ઓનલાઈન માધ્યમથી પણ મેળવી શકે છે. આ પોર્ટલ પર અત્યારસુધીમાં ૪.૫ લાખ કરતા વધુ રોજગારવાંચ્છુઓએ નોંધણી કરાવી છે. આ પોર્ટલ પર ૫૧ હજારથી વધુ નોંધાયેલા નોકરીદાતાઓ દ્વારા ૧૦.૯૪ લાખ કરતાં વધુ જગ્યાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ, આ વેબ પોર્ટલ થકી નોકરીદાતા અને નોકરી વાંચ્છુઓ વચ્ચેનું અંતર ઘટાડી બન્નેને એક જ પ્લેટફોર્મ ઉપર લાવી શકવામાં સફળતા મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નોંધણી પ્રક્રિયામાં રાજ્યના રોજગારવાંચ્છુ ઉમેદવાર અને નોકરીદાતાઓની રોજગાર કચેરી ખાતે રૂબરુ તથા ‘અનુબંધમ પોર્ટલ’ ’Anubandham Portal  માં ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે.

નોકરીદાતાઓ દ્વારા તેમના એકમ ખાતે ખાલી પડેલી જગ્યાની જાણ કરવામાં આવે છે. ભરતી મેળાના પ્રકાર મુજબ આયોજન માટે સુચારુ વ્યવસ્થા ધરાવતુ સ્થળ નિયત કરવામાં આવે છે.

Gujarat રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રચારના વિવિધ માધ્યમો થકી ભરતી મેળાની વ્યાપક પ્રસિદ્ધિ કરવામાં આવે છે. ભરતી મેળાના દિવસે ઉમેદવારોની સ્થળ પર પસંદગી તેમજ આનુષાંગિક કામગીરીનું અમલીકરણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Rain in Gujarat: રાજ્યમાં અત્યાર સુધીમાં જાણો કેટલા ટકા વરસાદ ખાબક્યો

Tags :
Anubandham PortalBalwantsinh RajputCM Bhupendra PatelEmlpoymentpm narendra modiRecruitment Fairs
Next Article