ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગ દ્વારા અપાયું યલો એલર્ટ

ગુજરાતમાં સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
11:40 AM Feb 27, 2025 IST | KRUTARTH JOSHI
ગુજરાતમાં સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
Heat Wave in Gujarat

અમદાવાદ : ગુજરાતમાં સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સતત વધી રહ્યું છે ગરમીનું પ્રમાણ

ગુજરાતમાં સતત ગરમી વધી રહી છે. ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં દરરિયાકાંઠા વિસ્તારમાં ગરમ પવન અને ભેજના કારણે બફારા જેવું વાતાવરણ પેદા થઇ ગયું છે. હવામાન વિભાગ રાજ્યના મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અનુસાર ગુજરાત ઉપરાંત કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Waqf Amendment Bill : સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં લાવી શકે છે

રાજકોટમાં નોંધાઇ સૌથી વધારે ગરમી

હવામાન વિભાગના અનુસાર બુધવારે અમદાવાદમાં જ 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ડીસામાં 34.6, ગાંધીનગરમાં 36.6, વડોદરામાં 36.8, સુરતમાં 38.4, ભુજમાં 37.4, અમરેલીમાં 38, ભાવનગરમાં 36.8, પોરબંદરમાં 38.6, રાજકોટમાં 38.7, કેશોદમાં 38.6, સુરેન્દ્રનગરમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેથી ઔપચારિક રીતે ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. આ સિઝનનું પ્રથમ યેલો એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે.

રાત્રે ઠંડી અને દિવસે ગરમીના કારણે બફારો-બેચેની વધશે

ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. ત્યારે રાત્રે ઠંડી અને દિવસે ગરમીના કારણે હાલ ઉકળાટ અને બફારા જેવું વાતાવરણ દરિયાકાંઠાના જિલ્લાઓમાં સર્જાઇ રહ્યું છે. સતત ભેજ અને બફારાને કારણે લોકોને બેચેની જેવી સમસ્યા સર્જાય તેવી શક્યા છે. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Surat : શહેરના ટેક્સ્ટાઈલ્સ માર્કેટની આગ હજુ પણ બેકાબુ, લાખો લીટર પાણીનો મારો ચલાવાયો

Next Article