Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Top News : આજે 28 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

નવરાત્રીના ઉત્સાહ પર વરસાદ પાણી ફેરવી શકે છે. ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
gujarat top news   આજે 28 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat Top News :  28 સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો 271મો (લિપ વર્ષ દરમ્યાન 272મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં 94  દિવસ બાકી રહે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, નવરાત્રીના ઉત્સાહ પર વરસાદ પાણી ફેરવી શકે છે. ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "મન કી બાત" નો કાર્યક્રમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સવિશેષ ઉપસ્થિત રહી નિહાળશે.

Advertisement

અમદાવાદના કણભાના બાકરોલમાં સાવકા પિતાએ પુત્રની હત્યા કરી ભવાની ઘટના સામે આવી હતી. 14 વર્ષીય પુત્ર અર્પિત ને સાવકા પિતા હીરાઓમ રાજપૂત લોખંડ સળીયા વડે હુમલો કરી હત્યા કરી હતી. સાવકા પિતા અને પુત્ર યુપી ના રહેવાસી છે, જે મામલે કણભા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે.

રાજકોટ શહેર ભાજપ ડૉક્ટર સેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે વિધાનસભા વાઇઝ આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

જૂનાગઢ ઉપરકોટ ના રિસટોરેશન ને બે વર્ષ પૂર્ણ થશે, જેની સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાંટ આપવામા આવી હતી અને મુખ્યમંત્રી દ્વારા આ નવનિર્મિત ઉપરકોટને ખૂલો મુકવામાં આવ્યો હતો, જેની બે વર્ષ પૂર્ણ થતા આજે ઉજવણી કરાશે.

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ રમાશે. ક્રિકેટ ચાહકોમાં આ મેચને લઈને ભારે ઉત્સાહ છે.

આ પણ વાંચો :  આજનું રાશિફળ 28 સપ્ટેમ્બર: જાણો કેવી રીતે તમારા ગ્રહોની ચાલ, આજના રાશિભવિષ્યમાં

Tags :
Advertisement

.

×