ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat : સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન-2025

તા. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન - જનજાગૃતિ અભિયાન
05:54 PM Jan 29, 2025 IST | Kanu Jani
તા. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન - જનજાગૃતિ અભિયાન

Gujarat નાગરિકોમાં રક્તપિત્ત અંગે વધુ જાગૃતિ લાવી તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં અનેકવાર અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. વિકસિત ભારત અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં ૩૦ જાન્યુઆરી ‘ગાંધી નિર્વાણ દિવસ’-‘એન્ટી લેપ્રસી ડે’ નિમિત્તે તા. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન - જન જાગૃતિ અભિયાન યોજાશે તેમ, આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

 

ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ વર્ષે “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત્ત-ગ્રસ્ત વ્યક્તિ વણ શોધાયેલ ન રહે તે સુનિશ્ચિત કરીએ.” નું સુત્ર આપવામાં આવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ પખવાડિયા દરમિયાન રકતપિત્ત વિશે નાગરીકોમાં વધુ જનજાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરાશે. Gujarat રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી રક્તપિત્તને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે રાજ્યમાં પ્રિવેલન્સ રેટ એક કરતાં ઓછો લાવવામાં સફળતા મળી છે એટલે કે, ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૦ હજારની વસ્તીએ પ્રિવેલન્સ રેટ ૦.૪૦ હાંસલ કરાયો છે.

રક્તપિત્તનું પ્રમાણદર એક ટકા કરતા ઓછું લાવવામાં સફળતા

આ ઉપરાંત ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૨ હાઇ એન્ડેમીક જિલ્લાઓ પૈકી ૭ જિલ્લાઓ ભરૂચ, દાહોદ, મહિસાગર, નવસારી, પંચમહાલ, સુરત અને વડોદરામાં રક્તપિત્તનું પ્રમાણદર એક ટકા કરતા ઓછું લાવવામાં પણ સફળતા મળી છે.

આરોગ્ય વિભાગ દ્વારા ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં જરૂરિયાતમંદ રકતપિત્તના દર્દીઓને વિનામૂલ્‍યે ૬,૨૩૪ માઇક્રો સેલ્‍યુલર રબર શુઝ (એમ.સી.આર.), ૨૮ રીકન્સ્ટ્રીવ સર્જરી, ૨,૩૦૧ અલ્સર કીટ આપવામાં આવી છે. આમ આપણે સહિયારા પ્રયાસો થકી રક્તપિત્ત નાથી શકીશું.

આ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રકતપિત્તના વણશોધાયેલ દર્દીઓ શોધવા લેપ્રસી કેસ ડીટેકસન કેમ્પેઇન, એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઇન, દર માસે ત્રીજા શુક્રવારે સર્વે જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સધન કામગીરી કરવામાં આવે છે. જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્વારા ઘરે-ઘરે તપાસ કરી રકતપિત્ત નવા દર્દી શોધીને ત્વરીત બહુ ઔષધિય સારવાર હેઠળ મુકી તેઓને રોગ મુકત કરવામા આવે છે તેમ વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચો-VADODARA : લોકોના કામ નહીં કરતા અધિકારીઓ કોર્પોરેટરની રડારમાં

Tags :
Gujarat
Next Article