Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ. ૭.૧૩ કરોડની સહાય

Gujarat-મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વધુ ૧૬ ગૌશાળા-પાંજરાપોળના ૨૬ હજારથી વધુ પશુઓ માટે રૂ. ૭.૧૩ કરોડની સહાય ચૂકવાઈ વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૭૧ ગૌશાળા-પાંજરાપોળના ૪.૪૦ લાખથી વધુ પશુઓના નિભાવ માટે રૂ. ૧૨૦ કરોડથી વધુની સહાય અપાઈ...
gujarat   મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ  ૭ ૧૩ કરોડની સહાય
Advertisement
  • Gujarat-મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વધુ ૧૬ ગૌશાળા-પાંજરાપોળના ૨૬ હજારથી વધુ પશુઓ માટે રૂ. ૭.૧૩ કરોડની સહાય ચૂકવાઈ
  • વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૭૧ ગૌશાળા-પાંજરાપોળના ૪.૪૦ લાખથી વધુ પશુઓના નિભાવ માટે રૂ. ૧૨૦ કરોડથી વધુની સહાય અપાઈ

Gujarat - મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બીજી બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલ-૨૦૨૪ થી જૂન-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૧૬ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે ૨૬,૦૦૦થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭.૧૩ કરોડની સહાય ચૂકવવામાં આવી છે, તેમ ગૌસેવા આયોગની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કા હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની ૧,૪૭૧ ગૌશાળા-પાંજરાપોળના આશરે ૪.૪૦ લાખથી વધુ પશુઓના નિભાવ માટે કુલ રૂ. ૧૨૦ કરોડથી વધુની સહાય DBTના માધ્યમથી સીધી સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવવામાં આવી છે. જેના પરિણામે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય આપી, આર્થિક રીતે મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ ખરા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે.

Advertisement

Gujarat ના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શક નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં રૂ. ૫૦૦ કરોડના પ્રાવધાન સાથે ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓનો નિભાવ કરવામાં આવતો હોય, તેવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ રૂ. ૩૦ લેખે આર્થિક સહાય આપવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો- જીજ્ઞેશ મેવાણીના આરોપોનો Neha Kumari એ આપ્યો જવાબ

Tags :
Advertisement

.

×