Gujarat Weather : આગામી દિવસોમાં ફરી ધબધબાટી બોલાવશે વરસાદ! જાણો આગાહી
- રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી (Gujarat Weather)
- આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી
- 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની સંભાવનાઓ
Gujarat Weather : રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગ (Meteorological Department) અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું છે. બીજી તરફ અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત અમદાવાદ (Ahmedabad), ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો - Jamnagar : નિવૃત્ત શિક્ષકોને બદલે TET-TAT પાસ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપો : દિગ્વિજયસિંહ
આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જતાં ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ રેડ એલર્ટ (Red Alert) આપવામાં આવ્યું છે. જ્યારે, 28 તારીખે બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લા માટે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગાંધીનગર (Gandhinagar), અમદાવાદ, વડોદરા (Vadodara) અને સુરતમાં (Surat) ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો - Amreli : ભાજપ MLA પુત્ર આનંદ કાકડિયા અને નેતા પ્રદીપ ભાખર સામે આરોપ મામલે નવો વળાંક!
બંગાળના ઉપસાગરમાં વરસાદી સીસ્ટમ સક્રિય થશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહી અનુસાર, રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડની શરૂઆત થશે. બંગાળનાં ઉપસાગરમાં વરસાદી સીસ્ટમ સક્રિય થશે, જેથી મધ્ય ગુજરાત અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ યથાવત રહેશે.
આ પણ વાંચો - Rahul Gandhi in Gujarat : નવા જિ. પ્રમુખો, ગંભીરા બ્રિજ દુર્ઘટના પીડિતોને મળ્યા, દુઘ ઉત્પાદકોની વ્યથા સાંભળી


