ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Weather : ગુજરાતના દરિયાકાંઠે 100 કિમીથી વધુની ઝડપે ટકરાશે વાવાઝોડું - અંબાલાલ પટેલ

અત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. આ સ્થિતિમાં હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલ (Ambalal Patel) એ વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના દરિયાકાંઠે 100 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાશે. વાંચો વિગતવાર...
06:55 PM May 21, 2025 IST | Hardik Prajapati
અત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. આ સ્થિતિમાં હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલ (Ambalal Patel) એ વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના દરિયાકાંઠે 100 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાશે. વાંચો વિગતવાર...
Ambalal Patel cyclone prediction Gujarat First

Gujarat Weather : ગુજરાતમાં ભર ઉનાળે માવઠા ખાબકી રહ્યા છે. તેમાંય હવે રાજ્ય પર વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી અંબાલાલ પટેલ (Ambalal Patel) એ કરી છે. ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઉપરી વાતાવરણમાં એક નહિ પરંતુ બે વાવાઝોડા નિર્માણ થયા છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે 100 કિમીથી વધુની ઝડપે ટકરાશે.

વાવાઝોડું 100 કિમીની ઝડપે ટકરાશે

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ ઉપરાંત વાવાઝોડા (Cyclone) ની પણ આગાહી કરી દીધી છે. તેમણે ગુજરાતમાં આગામી દિવસોમાં વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, ગુજરાત ઉપર એક નહિ પરંતુ બે વાવાઝોડા નિર્માણ પામ્યા છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે 100 કિમીથી વધુની ઝડપે ટકરાશે. ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. ખેતરમાં અને યાર્ડમાં રાખેલ પાક પલળી જતા તેમને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં 25થી 30 મે દરમિયાન વાવાઝોડાની તીવ્ર અસરો વર્તાશે.

આ પણ વાંચોઃ  ગુજરાતમાં ભારે વરસાદની આગાહી! 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

4 જૂન સુધી ચોમાસુ બેસી જશે

વર્ષ 2025માં ઉનાળા દરમિયાન જ ઠેર ઠેર માવઠા ખાબકી રહ્યા છે. જેનાથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલાકી પડી રહી છે. ઉપરાંત ખેડૂતોના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. આ વર્ષે સમગ્ર દેશમાં 28મી મે આસપાસ ચોમાસુ બેસશે. જ્યારે ગુજરાતમાં 4 જૂનની આસપાસ ચોમાસુ બેસશે. આજે જ ગુજરાતમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે 13 જિલ્લામાં રેડ એલર્ટ અને 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આજે ભારેથી અતિભારે વરસાદ, તીવ્ર પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાને લીધે સરકાર અને વહીવટીતંત્રએ સતર્કતા અપનાવી છે.

આ પણ વાંચોઃ    Gujarat Rain : 24 કલાકમાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલી થઇ મેઘમહેર

Tags :
Ambalal PatelCyclone Gujarat coastcyclone predictionCyclone speed 100 km/hGujarat atmospheric cycloneGujarat FirstGUJARAT FIRST NEWSGujarat storm May 2025Gujarat summer stormgujarat weatherHeavy rain warning GujaratIMD Gujarat red alertMonsoon 2025 GujaratRain forecast GujaratRed alert SaurashtraThunderstorms GujaratUnseasonal Rain in Gujarat
Next Article