Gujarat Winter : રાજ્યમાં ઠંડીનો વધતો પ્રકોપ! હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી!
- ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો (Gujarat Winter)
- લઘુતમ તાપમાન 6.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર
- હવામાન વિભાગે કચ્છમાં કોલ્ડ વેવની કરી આગાહી
- કાતિલ ઠંડીનાં પગલે જનજીવન પર ભારે અસર
Gujarat Winter : ગુજરાતમાં છેલ્લા અમુક દિવસથી લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં મોટા ભાગનાં જિલ્લાઓમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. નલિયા (Naliya) લઘુતમ તાપમાન 6.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં (Ahmedabad) પારો 13 થી 14 ડિગ્રી વચ્ચે નોંધાયો છે.
આ પણ વાંચો - Rajkot : TRP ગેમઝોન 'અગ્નિકાંડ' બાદ RMC ચીફ ફાયર ઓફિસર ઘરભેગા
6.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર
ગુજરાતમાં ઠંડીનું જોર (Gujarat Winter) સતત વધી રહ્યું છે. સવારે અને રાતે લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 5 થી 7 દિવસ દરમિયાન ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠુંઠવાયા છે. લઘુતમ તાપમાન 6.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. જ્યારે, અમદાવાદમાં તાપમાન 13 થી 14 ડિગ્રી સુધી નોંધાયું છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર આવનારા દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે. ઉત્તર ભારતનાં પહાડી વિસ્તારોમાં ભારે હિમ વર્ષાનાં કારણે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
આ પણ વાંચો - Somnath ત્રિવેણી સંગમમાં સીગલ પક્ષીઓનું આગમન, પ્રવાસીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર
કચ્છમાં કોલ્ડ વેવની આગાહી
હવામાન વિભાગે કચ્છમાં (Kutch) કોલ્ડ વેવની આગાહી કરી છે. રાજ્યમાં કાતિલ ઠંડી પડતા જનજીવન પ્રભાવિત થયું છે. ઠંડી સાથે તેજ ગતિએ વહેતા પવનોનાં કારણે લોકો ધ્રુજી ઉઠ્યા છે. હવામાન વિભાગનાં આંકડા અનુસાર, રાજ્યમાં લઘુતમ તપામાન (Temperature) 6.4 ડિગ્રીથી લઈને 20.5 ડિગ્રી વચ્ચે રહ્યું છે. જ્યારે, આગામી દિવસોમાં પારો વધુ ગગડે તેવી સંભાવના છે. ઠંડી વધતા લોકો તાપણી અને ગરમ પીણાનાં સહારે થયા છે.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન ?
શહેર મહત્તમ તાપમાન લઘુતમ તાપમાન
અમદાવાદ 26.0 ડિગ્રી 13.7 ડિગ્રી
ડીસા 27.1 ડિગ્રી 10.3 ડિગ્રી
ગાંધીનગર 27.0 ડિગ્રી 10.1 ડિગ્રી
વિદ્યાનગર 26.5 ડિગ્રી 12.2 ડિગ્રી
વડોદરા 26.4 ડિગ્રી 10.2 ડિગ્રી
સુરત 28.8 ડિગ્રી 14.2 ડિગ્રી
દમણ 29.8 ડિગ્રી 15.4 ડિગ્રી
ભુજ 27.6 ડિગ્રી 11.4 ડિગ્રી
નલિયા 26.4 ડિગ્રી 06.4 ડિગ્રી
કંડલા પોર્ટ 26.5 ડિગ્રી 14.5 ડિગ્રી
અમરેલી 26.4 ડિગ્રી 13.0 ડિગ્રી
ભાવનગર 25.0 ડિગ્રી 14.7 ડિગ્રી
દ્વારકા 26.0 ડિગ્રી 15.6 ડિગ્રી
ઓખા 25.3 ડિગ્રી 20.5 ડિગ્રી
પોરબંદર 28.0 ડિગ્રી 14.5 ડિગ્રી
રાજકોટ 27.5 ડિગ્રી 11.3 ડિગ્રી
વેરાવળ 28.4 ડિગ્રી 15.7 ડિગ્રી
દીવ 28.3 ડિગ્રી 11.5 ડિગ્રી
સુરેન્દ્રનગર 27.4 ડિગ્રી 13.0 ડિગ્રી
મહુવા 27.0 ડિગ્રી 13.3 ડિગ્રી
કેશોદ 27.3 ડિગ્રી 10.5 ડિગ્રી
આ પણ વાંચો - Gujarat: જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા પર થયો હિંસક હુમલો, જાણો કેવી છે હાલત