Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat@75 :ગુજરાત @ ૭૫' લોગો તૈયાર કરી ૩ લાખનું ઈનામ મેળવવાની નાગરિકોને અમૂલ્ય તક

રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઈન સ્પર્ધાનું આયોજન કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય
gujarat 75  ગુજરાત   ૭૫  લોગો તૈયાર કરી ૩ લાખનું ઈનામ મેળવવાની નાગરિકોને અમૂલ્ય તક
Advertisement
  • Gujarat@75 : ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થવા અવસરે ગુજરાત @ ૭૫ (Gujarat@75)ડિઝાઈનની થીમ પર આક્રર્ષક લોગો તૈયાર કરી ૩ લાખનું ઈનામ મેળવવાની નાગરિકોને અમૂલ્ય તક
  • ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થવા અવસરે 'ગુજરાત @ ૭૫' લોગો તૈયાર કરી ૩ લાખનું ઈનામ મેળવવાની નાગરિકોને અમૂલ્ય તક
  • મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે લોગો માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો ઈ-પ્રારંભ કરાવ્યો
  • સ્પર્ધામાં લોકોની સહભાગીતા વધારીને લોકો દ્વારા પ્રાપ્ત થયેલા લોગો થકી આગવી ઓળખ દ્વારા ગુજરાતના ૭૫ વર્ષની ઉજવણીમાં પોતીકાપણું સુનિશ્ચિત કરવાનો ધ્યેય
  • તા. ૨૮ જુલાઈથી ૧૪ ઓગસ્ટ દરમિયાન https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર લોગો ડિઝાઈન સબમિટ કરી શકાશે.

Gujarat@75 :ગુજરાતની સ્થાપનાના ગૌરવશાળી ૭૫ વર્ષ ૨૦૩૫માં પૂર્ણ થવાના છે. આવા ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે, ગુજરાત સરકારે MyGovindia પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઈન સ્પર્ધાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. 

Advertisement

ગુજરાતના 75 વર્ષની આ ભવ્ય યાત્રાના પ્રતીકરૂપે સર્જનાત્મક અને અર્થપૂર્ણ ‘લોગો’ મંગાવી, તેને રાજ્યના આર્થિક નેતૃત્વ, ટેક્નોલોજીકલ પ્રગતિ, સાંસ્કૃતિક પ્રભુતા અને લોકકેન્દ્રિત શાસનને ઉજાગર કરવાનો શુભ આશય આ સ્પર્ધામાં રહેલો છે.

Advertisement

મુખ્યમંત્રીશ્રીએ(CM Bhupendra Patel) સર્જનાત્મકતાની અભિવ્યક્તિના આગવા અવસર સમાન આ લોગો ડિઝાઈન માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો Mygov.in પ્લેટફોર્મ પર પ્રારંભ કરાવ્યો હતો. દેશભરમાંથી નાગરિકો પોતે ડિઝાઇન કરેલા લોગો તા. 28 જુલાઈ થી 14 ઓગસ્ટ દરમિયાન Mygov.in ની https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર સબમીટ કરી શકશે.

આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામનાર લોગોને રૂપિયા ૩ લાખનો પુરસ્કાર તેમજ પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.

વાઈબ્રન્ટ હેરીટેજ, વિઝનરી ફ્યુચરની થીમ સાથે યોજાનારી ગુજરાત@75 લોગો સ્પર્ધા

ગુજરાત@75 વાઈબ્રન્ટ હેરીટેજ, વિઝનરી ફ્યુચરની થીમ સાથે યોજાનારી ગુજરાત@75 લોગો સ્પર્ધામાં લોકોની સહભાગિતા વધારીને તથા લોકોમાંથી જ પ્રાપ્ત થયેલા લોગો થકી એક આગવી ઓળખ ઊભી કરીને ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષના ઉત્સવમાં પોતીકાપણું સુનિશ્ચિત કરવાનો ભાવ અભિપ્રેત છે.

ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, ગૌરવશાળી ઇતિહાસ અને અદભુત વારસા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)ના નેતૃત્વમાં ગુજરાતે જે વાઇબ્રન્ટ વિકાસ કર્યો છે તેની અભિવ્યક્તિ આ લોગોમાં સ્પર્ધકો ડિઝાઇન કરીને સબમીટ કરી શકશે. સ્પર્ધાના અન્ય નિયમો અને જાણકારી Mygov.in પર ઉપલબ્ધ કરવામાં આવેલા છે.

આ પહેલ ગુજરાતની સ્થાપનાના ૭૫માં વર્ષની ઉજવણીને જનભાગીદારીથી સર્વ-સમાવેશક અને સર્વવ્યાપી બનાવવાનો એક નવીન પ્રયાસ છે. એટલું જ નહિં, આ સ્પર્ધા દ્વારા નાગરિકો ગુજરાતના વારસા, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાઈ શકશે અને વિજેતા થયેલ લોગો Gujarat@75 માટે એક આગવું ગૌરવ, આગવી ઓળખ અને વિશેષતા બની રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય સ્પર્ધા માટેના નામાંકનનો ઈ-પ્રારંભ કરાવ્યો તે વેળાએ મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર  ડૉ.હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  એમ.કે.દાસ, સલાહકાર શ્રી એસ.એસ. રાઠૌર, અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Shaheri Vikas Varsh : સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીશ્રી ના હસ્તે અર્પણ

Tags :
Advertisement

.

×