Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 5 જુલાઈ 2025 ના દિવસે ગુજરાતમાં બનશે કઈ મોટી ઘટનાઓ?

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં સાયન્સ સિટી ખાતે સહકારિતા પંચાયત સંવાદ કાર્યક્રમ યોજાશે. આજે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે ઉજવાશે.
gujarati top news   આજે 5 જુલાઈ 2025 ના દિવસે ગુજરાતમાં બનશે કઈ મોટી ઘટનાઓ
Advertisement
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં સાયન્સ સિટી ખાતે સહકારિતા પંચાયત સંવાદ કાર્યક્રમ યોજાશે
  • આજે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે ઉજવાશે
  • ગુજરાતના માંડવી ખાતે કોંગ્રેસનો પદ ગ્રહણ સમારંભ યોજાશે

Today In Gujarat : આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં સહકારિતા પંચાયત સંવાદ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ સિવાય અમિત શાહ આણંદની પણ મુલાકાત લેવાના છે. આણંદમાં બનનાર દેશની પહેલી સહકારી યુનિવર્સિટી-ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય-નું ભૂમિપૂજન અમિત શાહ કરવાના છે.

રાજ્યભરની પ્રાથમિક શાળામાં બેગલેસ ડે

આજે શનિવારે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગ લેસ ડેની શરૂઆત થશે. નવી શિક્ષણ નીતિ હેઠળ સરકારે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવાર બેગલેસ ડે રાખવાનો નિર્ણય લીધો છે. પરિપત્ર પ્રમાણે દર શનિવારે બાળકો એ બેગ લીધા વિના શાળામાં આવવાનું રહેશે. આજે શાળામાં બાળકોને વિવિધ રમત ગમત લક્ષી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવશે.

Advertisement

આ પણ વાંચોઃ Rajkot: ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે CMને લખ્યો પત્ર, પોલીસની કામગીરી ઉપર ઉઠાવ્યા સવાલ

Advertisement

ગાંધીનગરમાં મનપાની કાર્યવાહી

ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની માત્રા વધી જતી હોય છે. વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાના નિયંત્રણ માટે ગાંધીનગર મનપાની આરોગ્યની 95 ટીમોએ 176 શૈક્ષણિક સંસ્થાઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલની કૅન્ટીન સહિત 14 શૈક્ષણિક સંસ્થાઓમાંથી મચ્છરના બ્રીડીંગ મળી આવતા મનપાના આરોગ્ય તંત્રએ નોટીસ ફટકારી છે. હવે ગાંધીનગર મનપા દ્વારા આ વર્ષે ડ્રોન દ્વારા પણ મચ્છર ઉપદ્રવ પર દવા છાટવાનો નવતર પ્રયોગનું આયોજન કરાયું છે.

કોંગ્રેસનો પદ ગ્રહણ સમારોહ

ગુજરાતના માંડવી ખાતે કોંગ્રેસનો પદ ગ્રહણ સમારંભ યોજાશે. માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક કરાતા પદગ્રહણ સમારંભ યોજાશે. કાર્યક્રમમાં ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા, પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, દક્ષિણ ગુજરાત પ્રભારી ઉષા નાયડુ ઉપસ્થિત રહેશે. નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીને અભિનંદન પાઠવવા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ  Botad : રાણપુરમાં વરસાદને પગલે રોડ પર પાણી ભરાયું, કમર સુધી પાણી ભરાતા રહીશોનો ભારે હાલાકી

Tags :
Advertisement

.

×