Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 28 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?

આજે 28મી જૂન શનિવારના રોજ ગુજરાતમાં થનાર મહત્વની ઘટનાઓ વિશે જાણો વિગતવાર.
gujarati top news   આજે 28 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement
  • અમદાવાદ ભગવાન જગન્નાથ નીજ મંદિરમાં બિરાજશે
  • અમિત શાહ પંચમહાલમાં જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે
  • અમદાવાદના બાવળા અને સાણંદમાં અમિત શાહ દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે
  • પાટીદાર અનામત આંદોલન સમયે સક્રિય એવા પાટીદાર નેતાઓ ગાંધીનગર ખાતે ચિંતન શિબિર કરશે

Gujarati Top News : આજે 28મી જૂન શનિવારના રોજ ગુજરાતમાં થનાર મહત્વની ઘટનાઓમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાં બિરાજશે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પંચમહાલમાં જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે તેમજ અમદાવાદના બાવળા અને સાણંદમાં અમિત શાહ દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમયે સક્રિય એવા પાટીદાર નેતાઓ ગાંધીનગર ખાતે ચિંતન શિબિર કરશે.

ભગવાન જગન્નાથ નીજ મંદિરમાં બિરાજશે

અમદાવાદમાં ગતરોજ નીકળેલ ભવ્ય રથયાત્રા બાદ આજે ભગવાન જગન્નાથ નીજ મંદિરમાં બિરાજશે. આ પ્રસંગની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આરતી, પૂજા-અર્ચના કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો, ભકતો, મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે.

Advertisement

આ પણ વાંચોઃ Rashifal 28 June 2025 : આજે રચાતા રવિ યોગને કારણે આ રાશિના જાતકો પર ભગવાન શનિની થશે વિશેષ કૃપા

Advertisement

અમિત શાહ પંચમહાલ જશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે પંચમહાલના કાર્યક્રમોમાં હાજર રહેશે. તેઓ પંચમહાલમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ બાવળા અને સાણંદ જશે. બાવળા અને સાણંદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

ફરીથી પાટીદાર નેતાઓમાં સળવળાટ

પાટીદાર અનામત આંદોલન સમયે સક્રિય એવા પાટીદાર આંદોલનના નેતાઓ આજે ફરી એક વખત એક મંચ પર એકત્ર થશે. પાટીદાર અનામત આંદોલનના સક્રિય આંદોલનકારી નેતાઓની આજે ગાંધીનગર ખાતે એક ચિંતન શિબિર મળવા જઈ રહી છે. જેમાં પાટીદાર અનામત આંદોલનના સક્રિય આગેવાનો હાજરી આપશે. ગુજરાતમાં પાટીદાર સમાજના દેખીતા પ્રાણપ્રશ્નો ને લઈને ગાંધીનગર ખાતે પાટીદાર આંદોલન થી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને લડાયક સામાજિક આગેવાનોની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gandhinagar : ઇન્ફોર્મેશન-લાઇબ્રેરી નેટવર્ક સેન્ટરની મુલાકાત લઈ સૂચનો કરતા કેન્દ્રીય ગૃહ અમિતભાઇ શાહ

Tags :
Advertisement

.

×