Gujarati Top News : આજે 8 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?
આજે 8 ઓગસ્ટ 2025 ના દિવસે Gujarat ના સમાચાર - :
ગાંધીનગર
આજે પાટનગર ગાંધીનગરમાં કમલમ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો, જિલ્લો પ્રમુખોને હાજર રહેશે. 15મી ઓગસ્ટની ઉજવણીને લઈને બેઠકમાં ચર્ચા થશે. તમામ MLAને પોતાના મત વિસ્તારને જવાબદારી સોંપાશે.
અમદાવાદ
રેલવે મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલ સૌથી મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા છે. જે ભારત સરકાર દ્વારા તેને આઇકોનિક પ્રોજેક્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ યુનિટનું સમગ્ર કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ યુનિટે સાબરમતીમાં સૌથી આધુનિક તેમજ અત્યાધુનિક ઓપરેશનલ કંટ્રોલ સેન્ટરનું નિર્માણ કર્યુ છે. જેના સંદર્ભમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર ઈન ચિફ જનરલ મેનેજર મનીષ અવસ્થી સાબરમતી ખાતે તૈયાર થયેલ યુનિટની મુલાકાત લેશે.
બનાસકાંઠા
આજે સવારે 11 કલાકે અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ 2025 સંદર્ભે આખા ગુજરાતના સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથેની જાહેર મીટીંગ યોજાશે. અંબાજી ખાતે ચાલતા આવતા વિવિધ સંઘોના આખા ગુજરાતના પ્રતિનિધિઓ આ મિટિંગ મા હાજર રહેનાર છે. સાથે ગુજરાત સરકારના ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, બનાસકાંઠા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી અને વહીવટી અને પોલીસ તંત્ર સાથે મેળામાં પડતી અગવડતાઓના પ્રશ્નોના ચર્ચા વિચારણા થશે. ભાદરવી મહામેળા પહેલા ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ રાજ્યના 250 જેટલા ભક્તો રાજસ્થાનના બાગોડા ગામથી ધજા લઈને અંબાજી પહોંચશે અને ત્યારબાદ માતાજીના મંદિરમાં 56 ભોગ ધરાવી માનતા પુરી કરશે. ભાદરવી મહામેળા પહેલા આ સંઘ સૌથી પહેલા આવે છે. મહિલાઓ અને પુરુષો પણ આ સંઘમાં જોડાય છે અને માતાજીની ભક્તિ કરે છે. પાછલા 20 વર્ષથી આ સંઘ 175 કિલોમીટર દૂરથી અને ત્રણ રાજ્ય થી ભક્તો આ સંઘમાં જોડાય છે.
બજારમાં રાખડીઓનું ધૂમ વેચાણ
રક્ષાબંધનને હવે આંગળીના વેઢે ગણાય એટલા કલાકો બાકી છે. બજારમાં અલગ અલગ રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે. સામાન્ય રાખડીઓની સાથે ગોલ્ડ રાખડીઓની બોલબાલા છે. જ્વેલર્સ દ્વારા ગોલ્ડ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. આ રાખડીઓની પણ બજારમાં ડિમાન્ડ છે. ગોલ્ડ રાખડીમાં અલગ અલગ પ્રતિકૃતિઓ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે.
આ પણ વાંચોઃ Bharuch : એવું તો શું થયું કે એક સાથે 35 થી વધુ આંગણવાડી બહેનો પહોંચી સાઇબર ક્રાઇમ પો. સ્ટેશન?


