Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 17 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?

આજે સમગ્ર ગુજરાતમાં રંગે ચંગે ઉજવાશે નંદ મહોત્સવ. અંજારમાં ગોવર્ધન પર્વત ખાતે હજારો શ્રદ્ધાળુઓ નંદ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરશે. વાંચો વિગતવાર.
gujarati top news   આજે 17 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement
  • Gujarati Top News,
  • આજે સમગ્ર ગુજરાતમાં રંગે ચંગે ઉજવાશે Nand Mahotsav
  • અંજારમાં ગોવર્ધન પર્વત ખાતે ભવ્યાતિભવ્ય Nand Mahotsav ઉજવાશે
  • વલસાડના જગન્નાથજી મંદિર ખાતે અનોખી મટકીફોડ કાર્યક્રમ યોજાશે
  • હજૂ 19 ઓગસ્ટ સુધી સતત વરસાદની આગાહી અનુસાર આજે વરસાદ પડી શકે છે
  • કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદની મુલાકાત લેશે

આજે 17 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર :

Gujarat : આજે ગુજરાતમાં નંદ મહોત્સવ (Nand Mahotsav) ની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવશે. સમગ્ર રાજ્યના દરેક કૃષ્ણ મંદિરોને શણગારવામાં આવ્યા છે. કૃષ્ણભક્તો તેમજ હિન્દુઓ માટે ખૂબ મહત્વના પર્વ એવા જન્માષ્ટમી પર્વ બાદ બીજા દિવસે નંદ મહોત્સવ ઉજવાય છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં મટકી ફોડ કાર્યક્રમ અને ભજન સંધ્યાનું આયોજન કરાયું છે....Gujarati Top News

Advertisement

ભવ્યાતિભવ્ય નંદ મહોત્સવ

આજે જન્માષ્ટમીના બીજા દિવસે સમગ્ર ગુજરાતમાં શ્રી કૃષ્ણ મંદિરોમાં નંદ મહોત્સવ (Nand Mahotsav) નું આયોજન કરવામાં આવ્યું છે. આ નંદ મહોત્સવમાં શ્રી કૃષ્ણના લાખો ભકતો ઉમટી પડશે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં મટકી ફોડ કાર્યક્રમ અને ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. કચ્છના અંજાર ખાતે ગોવર્ધન પર્વત પર ભવ્યાતિભવ્ય નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગોવર્ધન પર્વત ખાતે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં નંદ મહોત્સવમાં મટકી ફોડ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આજે વલસાડના જગન્નાથજી મંદિર ખાતે મટકીફોડ કાર્યક્રમ યોજાશે. મંદિર ખાતે ઝૂલતી મટકી બાંધવામાં આવશે. જેને કાનુડા દ્વારા હોકી સ્ટીકની મદદ થી ફોડવામાં આવશે. આ અનોખી મટકી ફોડ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભકતો ઉમેટી પડશે.

Advertisement

આ પણ વાંચોઃ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ખાનગી એમ્બ્યુલન્સે બે યુવકોને મારી ટક્કર, જૂઓ વીડિયો

આજે મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે

આજે અમદાવાદમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક (Mukul Vasnik) આવવાના છે. તેઓ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. AAP નેતા સૂર્યસિંહ ડાભી કોંગ્રેસમાં ઘર વાપસી કરશે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્ય માટે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે એવી આગાહી છે. હાલ રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આજે, આવતીકાલે અને 19 ઓગસ્ટ સુધી સતત વરસાદ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ જશોદાનગરમાં મહિલાના આત્મવિલોપન મામલે AMC કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ, વટવા GIDC પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Tags :
Advertisement

.

×