Gujarati Top News : આજે 18 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?
- Gujarati Top News,
- ગુજરાતમાં શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભકતો ઉમટી પડશે
- મુખ્યમંત્રી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ (Somnath) ની મુલાકાત લેશે
- બનાસકાંઠાના મલાણા ટોલ પ્લાઝાનો એક હજારથી વધુ ખેડૂતો કરશે વિરોધ
- ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અનુસાર વરસાદ થઈ શકે છે
- આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મંત્રી મનોજ સોરઠીયા પ્રેસ કોન્ફરન્સ કરશે
Gujarat : આજે ગુજરાતમાં ગુજરાતમાં શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવાલયોમાં ભકતો ઉમટી પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની મુલાકાત લેશે. બનાસકાંઠાના મલાણા ટોલ પ્લાઝાનો એક હજારથી વધુ ખેડૂતો વિરોધ કરશે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અનુસાર વરસાદ થઈ શકે છે. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મંત્રી મનોજ સોરઠીયા પ્રેસ કોન્ફરન્સ કરશે...Gujarati Top News
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથની મુલાકાત લેશે
આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. ગુજરાતના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડશે. શિવલિંગ પર જળાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરાશે. ભગવાન શિવની આરાધના કરી ભક્તો ધન્યતા અનુભશે. આજે CM ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરશે. સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા પૂર્વક પૂજન અર્ચન કરશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાવભીનું સ્વાગત કરાશે.
આ પણ વાંચોઃ સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં પોલીસનો દરોડો : મગદલ્લામાં 7 જુગારી ઝડપાયા, 52 હજારનો મુદ્દામાલ જપ્ત
ગુજરાત મુશળધાર વરસાદની આગાહી
ગુજરાત અને મહારાષ્ટ્રના હવામાન સંદર્ભે IMD એ આગાહી કરી છે. જેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં 20 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી. સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દ્વારકા જેવા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું. ભારે વરસાદની આગાહીને લઈ NDRF-SDRF ની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ગુજરાત-મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદની આગાહી : IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ | Gujarat Firsthttps://t.co/U2oE5S24Nj#IMD #HeavyRain #ExtremeRain #Gujarat #Maharashtra #Saurashtra #Konkan #GujaratFirst
— Gujarat First (@GujaratFirst) August 17, 2025
આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ
આજે આમ આદમી પાર્ટી તરફથી એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મંત્રી મનોજ સોરઠીયા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે. બંને નેતાઓ સંગઠનની વર્તમાન સ્થિતિ સંદર્ભે માહિતી રજૂ કરશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા : શક્તિપીઠ અંબાજીમાં ધોધમાર વરસાદ, દાંતા-અરવલ્લીમાં નદી-ઝરણાઓ થયાં જીવંત


