Gujarati Top News : આજે 23 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
- Gujarati Top News,
- આજે Seventh Day School ની ઘટના સંદર્ભે અમદાવાદ મહાજન વેપારી મંડળ બંધ પાળશે
- પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભકતો ઉમટી પડશે
- અંબાજીમાં 3 જિલ્લાનો સૌથી મોટો સંઘ કંકોડિયા સંઘ પધારશે
- આજે નવસારીને મળશે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ
આજે 23 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : (Gujarati Top News )
Gujarati Top News : આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. ગુજરાતભરના શિવાલયો હર હર મહાદેવ (Har Har Mahadev) ના નાદથી ગૂંજી ઉઠશે. વહેલી સવારથી જ ભકતો શિવાલયોમાં ભગવાન શિવના દર્શન માટે એકત્ર થશે. આજે શિવલિંગને દૂધ અને જળનો અભિષેક કરવાથી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે. ગુજરાતના દરેક શહેરોના મોટા શિવાલયોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક શિવાલયોમાં ભવ્ય શિવ આરતી અને રુદ્રાભિષેક યોજાશે.
આજે ગુજરાતના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજે 23 મી ઓગસ્ટના રોજ હવામાન વિભાગે સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain) ની આગાહી કરીને ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યુ છે. આ વિસ્તારોમાં 24 કલાકમાં 115 થી 204 મિલીમીટર વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદ (64 થી 115 મિલીમીટર)ની શક્યતા છે.
Gujarat Rain Gujarat First-23-08-2025-
અમદાવાદ મહાજન વેપારી મંડળ દ્વારા બંધનું એલાન
19 ઓગસ્ટના દિવસે સેવન્થ ડે શાળા (Seventh Day School) ની ગોઝારી ઘટનામાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ પરિસ્થિતિ વણસી છે. આજે અમદાવાદ મહાજન વેપારી મંડળ દ્વારા બંધનું એલાન કરાયું છે. આ બંધના એલાનને પરિણામે રિલિફ રોડ, કાલુપુર માર્કેટ સજ્જડ બંધ પાળશે. રમકડા બજાર, ઈલેક્ટ્રોનિક બજાર પણ બંધ રહેશે. સુમેલ-1 અને 2, ગાંધી રોડ, ચોખા બજાર જેવા સતત ધમધમતા બજારો પણ બંધ પાળશે.
ભાવનગરમાં નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત મેળો
આજે અમાસના દિવસે ભાવનગરમાં કોળીયાકના દરિયા કિનારે નિષ્કલંક મહાદેવ (Nishkalanka Mahadev) ના સાનિધ્યમાં પરંપરાગત મેળો યોજાશે. આ મેળામાં ભાવનગરના રાજવી પરિવાર દ્વારા પૂજન કરી પ્રથમ ધજા સરવૈયા પરિવાર દ્વારા ચડાવીને નિષ્કલંક મહાદેવ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યમાં લોકો દર્શન કરી ધન્યતા અનુભવશે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી મોટી સખ્યામાં ભાવિ ભકતોનું માનવ મહેરામણ ઉમટશે.
Shravan મહિનાના છેલ્લા દિવસે નિષ્કલંક મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનો 'મહાસાગર'! | Gujarat First #Gujarat #Shravan #Shravan2025 #Bhavnagar #NishkalankMahadevTemple #Devotees #Crowd #GujaratFirst pic.twitter.com/wYSYJf7HHF
— Gujarat First (@GujaratFirst) August 23, 2025
Gujarati Top News -Gujarat First-23-08-2025--
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં ગેરકાયદે રેતી ખનન અટકાવવા ગયેલી ફ્લાઈંગ સ્ક્વોડ પર હુમલો : ડંપરો છોડાવી ફરાર
અંબાજીમાં પધારશે કંકોડિયા સંઘ
આજે 3 જિલ્લાઓનો મોટામાં મોટો સંઘ અંબાજી ખાતે ચાચર ચોકમાં ગરબા, હવન શાળામા મોટો હવન, અંબાજી મંદિરમાં છપ્પન ભોગ નો અન્નકૂટ, રાસ ગરબા કરશે. હજારોની સંખ્યામાં ભક્ત છેલ્લા 160 વર્ષથી અંબાજી આવે છે. આ સંઘ કંકોડિયા સંઘ (Kankodiaya Sangh) થી ઓળખાય છે. નડિયાદ, ખેડા અને આણંદ આમ કુલ ત્રણ જિલ્લાથી ભક્તો અંબાજી આવે છે.
નવસારીને મળશે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ
આજે પહેલીવાર નવસારીમાંવંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ (C R Patil) ઉપસ્થિત રહેશે. નવસારીના નાગરિકોની લાંબા સમયની માંગણી પૂર્ણ થવાની છે.
Gujarati Top News -Gujarat First-23-08-2025-
આ પણ વાંચોઃ ગાંધીનગર બ્રેકિંગ : પ્રોબેશન પીરિયડમાં જ લાંચકાંડનો આરોપી અધિકારી બરખાસ્ત, કૃષિ વિભાગે લીધો કડક નિર્ણય


