Gujarat News : આજે 16 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 16 નવેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : સુરત માં 41 સંસ્થાઓ પર પાલિકાના દરોડા, 120 કિલો અખાદ્ય પદાર્થ નાશ તથા નવસારીના બીલીમોરા ગામે મેજર બ્રિજનું ખાતમુહૂર્ત થશે. જેમાં 50 કરોડના ખર્ચે અંબિકા નદી પર મેજર બ્રિજનું નિર્માણ થશે તેમજ નવસારીના બીલીમોરા ગામે મેજર બ્રિજનું ખાતમુહૂર્ત થશે. જેમાં 50 કરોડના ખર્ચે અંબિકા નદી પર મેજર બ્રિજનું નિર્માણ થશે તથા DyCM હર્ષભાઈ સંઘવી કાગવડ ખોડલધામની મુલાકાતે જશે. જેમાં DyCM બન્યા બાદ સૌ પ્રથમ વખત ખોડલધામ જશે તેમજ એપ્રિલ-25થી શરુ થયેલા નાણાંકીય વર્ષના માત્ર સાત મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેકસની રુપિયા 1270.93 કરોડ આવક થઈ જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
સુરત માં 41 સંસ્થાઓ પર પાલિકાના દરોડા, 120 કિલો અખાદ્ય પદાર્થ નાશ
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યની ખાતરી કરવા માટે તપાસ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ શહેરની 41 સંસ્થાઓ જેમાં ડેરી ઉદ્યોગને લગતી સંસ્થાઓ ઉપર રેડ કરી હતી. તે ઉપરાંત મરી-મસાલા સહિત ખાદ્ય ચીજ-વસ્તુઓનું વેચાણ કરતાં દુકાનો ઉપર પણ રેડ કરવામાં આવી હતી. આમ આ રેડમાં મરી-મસાલાના વેપારીઓનો સમાવેશ થાય છે, તેમના પર દરોડા પાડીને વ્યાપક તપાસ કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન 797 કિલો પનીર, ચીઝ એનાલોગ અને ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે 54 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત 41 સંસ્થાઓની તપાસમાં 120 કિલો અખાદ્ય પદાર્થો નાશ કરાયો અને 1.31 લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો હતો.
નવસારીના બીલીમોરા ગામે મેજર બ્રિજનું ખાતમુહૂર્ત થશે
નવસારીના બીલીમોરા ગામે મેજર બ્રિજનું ખાતમુહૂર્ત થશે. જેમાં 50 કરોડના ખર્ચે અંબિકા નદી પર મેજર બ્રિજનું નિર્માણ થશે. તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત થશે. જેમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિતિ રહેશે.
નવસારી ખાતે એક યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન
સરદાર પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીમાં નવસારી ખાતે એક યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન છે. જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે.
DyCM હર્ષભાઈ સંઘવી કાગવડ ખોડલધામની મુલાકાતે જશે
DyCM હર્ષભાઈ સંઘવી કાગવડ ખોડલધામની મુલાકાતે જશે. જેમાં DyCM બન્યા બાદ સૌ પ્રથમ વખત ખોડલધામ જશે. તથા ચેરેમન નરેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કરશે.
અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની 1270 કરોડ આવક
એપ્રિલ-25થી શરુ થયેલા નાણાંકીય વર્ષના માત્ર સાત મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોપર્ટી ટેકસની રુપિયા 1270.93 કરોડ આવક થઈ છે. મિલકતવેરાની અંદાજવામા આવેલી આવક સામે અત્યારસુધીમા 72.81 ટકા આવક થઈ ગઈ છે.
પાકિસ્તાની કનેકશન ધરાવતા દંપતિ સહિત ત્રણ મુખ્ય એજન્ટો ઝડપાયા
મ્યાંનમાર સહિતના દેશોમાં સારા પગારની લાલચ આપીને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં બળજબરી પૂર્વક કામ કરાવતી ગેંગના ગુજરાતમાં સક્રિય એજન્ટો પૈકી જુનાગઢમાં રહેતા એક દંપતિ અને આણંદમાંથી એક વ્યક્તિને ઝડપી લેવામાં સ્ટેટ સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે જુનાગઢમાં રહેતી મહિલા પાકિસ્તાની એજન્ટો સાથે સીધી રીતે કામ કરતી હતી અને તેણે દુબઇ, મ્યાંનમાર, મલેશિયા અને વિયેતનામ સહિતના દેશોમાં અનેક યુવકોને મોકલીને ફસાવ્યા હતા. આ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Rashifal 16 November 2025: સૂર્યનું આજનું ગોચર બુધાદિત્ય યોગ બનાવશે, જાણો બધી રાશિઓ પર કેવી પડશે અસર