Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 8 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

આજે 8 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - : Gujarat : બનાસકાંઠાના દાંતીવાડા મામલતદારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને 27 હજારનો દંડ ફટકાર્યો તથા મહેસાણાના વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ થયુ તેમજ અમરેલીના શરદોત્સવમાં ઓપરેશન સિંદૂર થીમ જોવા મળી...
gujarati top news   આજે 8 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 8 ઓક્ટોબર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : બનાસકાંઠાના દાંતીવાડા મામલતદારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને 27 હજારનો દંડ ફટકાર્યો તથા મહેસાણાના વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ થયુ તેમજ અમરેલીના શરદોત્સવમાં ઓપરેશન સિંદૂર થીમ જોવા મળી છે. ખેલૈયાઓ ઓપરેશન સિંદૂરની કેપ પહેરીને રાસ રમ્યા છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8-9 ઓક્ટોબરે મહારાષ્ટ્રના પ્રવાસે છે. નવી મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ધાટન કરશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...

Advertisement

બનાસકાંઠાના દાંતીવાડા મામલતદારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને 27 હજારનો દંડ ફટકાર્યો

બનાસકાંઠાના દાંતીવાડા મામલતદારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને 27 હજારનો દંડ ફટકાર્યો છે. કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પરવાનગી વગર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા વર્ષો જૂના ઉભેલા લીલા અને સૂકા 62 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. યુનિવર્સિટી દ્વારા 62 વૃક્ષો કાપવામાં આવ્યા હતા જેમાંથી 27 બીન અનામત વૃક્ષો પરવાનગી વગર કાપવામાં આવ્યા હતા. યુનિવર્સિટીએ વૃક્ષો કાપ્યા બાદ લાકડામાંથી બેસવા માટેની બેન્ચીસો બનાવી હતી. યુનિવર્સિટીમાં ચાલતા કેન્ટીન માટે બેન્ચીસો બનાવી હતી અને બાકીના લાકડાની હરાજી કરી છે. સમગ્ર મામલે જાગૃત નાગરિક દ્વારા મામલતદાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદનાં પગલે દાંતીવાડા મામલતદાર 27 હજારનો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને દંડ ફટકાર્યો છે.

Advertisement

મહેસાણાના વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ થયુ

મહેસાણાના વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ થયુ છે. જેમાં વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે ગેંગરેપ થતા ગુજરાત શર્મસાર થયુ છે. 6 નરાધમ યુવકોએ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. ત્રણ દિવસમાં ત્રણ વખત સગીરાનું વારાફરતી અપહરણ થયુ હતુ. ત્રણ વખત કરાયેલા અપહરણમાં 6 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. પ્રકાશ મોદી નામના યુવકે 15 વર્ષીય સગીરાને ગોંધી રાખી હતી. અપહરણ બાદ પ્રકાશ મોદીએ બે દિવસ સગીરાને ગોંધી રાખી હતી. 6 શખ્સોએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થઇ છે. વારાફરતી દુષ્કર્મ ગુજાર્યા બાદ શખ્સોએ સગીરાને ધમકી આપી હતી. બે દિવસ અગાઉની ઘટનામાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો છે. તેમાં પોલીસે પોક્સો, બળાત્કાર અને અપહણની ફરિયાદ નોંધાઈ છે.

અમરેલીના શરદોત્સવમાં ઓપરેશન સિંદૂર થીમ જોવા મળી

અમરેલીના શરદોત્સવમાં ઓપરેશન સિંદૂર થીમ જોવા મળી છે. ખેલૈયાઓ ઓપરેશન સિંદૂરની કેપ પહેરીને રાસ રમ્યા છે. જેમાં રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા રાસ રમ્યા છે. પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી સંગાથે ગીતા સંઘાણી ગરબે ઘૂમ્યા છે. તથા પૂર્વ સાંસદ નારણ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી પણ રાસ રમ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8-9 ઓક્ટોબરે મહારાષ્ટ્રના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8-9 ઓક્ટોબરે મહારાષ્ટ્રના પ્રવાસે છે. નવી મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ધાટન કરશે. પહેલા તબક્કામાં એરપોર્ટનું ઉદ્ધાટન થશે. મુંબઈ મેટ્રો લાઈન-3 પણ દેશને સમર્પિત કરશે. દેશવાસીઓની ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વધારો થશે.

આ પણ વાંચો: Rashifal 8 October 2025: ત્રણ ગ્રહોની દુર્લભ યુતિ આ રાશિઓને લાભ કરશે

Tags :
Advertisement

.

×