Gujarati Top News : આજે 9 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?
આજે 9 ઓગસ્ટ 2025 ના દિવસે Gujarat ના સમાચાર - :
- સમગ્ર રાજ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવાશે Raksha Bandhan (Gujarati Top News)
- 100 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે દુર્લભ સંયોગ
- આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધનની ભાવભીની ઉજવણી થશે
- આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગરમાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે
- આજે CM Bhupendra Patel માંડવીમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે
ગાંધીનગર
આજે ઉત્સાહભેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) રક્ષાબંધનની ઉજવણી કરશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને રક્ષાબંધન (Raksha Bandhan) ની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે. ભાજપ મહિલા મોરચાની બહેનો સહિત અનેક મહિલાઓ મુખ્યમંત્રીને રાખડી બાંધીને ઓવારણાં લેશે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ પરંપરા શરુ કરવામાં આવી હતી. સરકારે પણ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધન પર મહિલાઓને ભેટ આપી છે. જેમાં મહિલાઓ આજે સરકારી બસોમાં મફત મુસાફરી કરી શકશે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ: આવતાની સાથે પહોંચ્યા ભીડ ભંજન મંદિર
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હોમ ટાઉન ગુજરાતમાં
અમિત શાહ (Amit Shah) ગુજરાતના 3 દિવસીય પ્રવાસે (8, 9 અને 10 ઓગસ્ટ, 2025) છે. અમિત શાહ પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ભૂમિપૂજન સહિત અનેક જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેમના પ્રવાસમાં વિકાસના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, ભૂમિપૂજન અને સામાજિક કાર્યક્રમોનો સમાવેશ થઈ શકે છે, જેમાં સ્થાનિક લોકો સાથે સંવાદ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવાનો પણ સમાવેશ થઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રીના વતન માણસામાં બનશે હેરિટેજ નિવાસસ્થાન. ગૃહમંત્રી અમિત શાહ આ હેરિટેજ નિવાસસ્થાનનું ભૂમિપૂજન કરશે.
આ પણ વાંચોઃ રોટરી ક્લબ ઓફ ગોંડલે બાલાશ્રમની દીકરીઓના હાથે બંધાવ્યા રક્ષાસૂત્ર
સુરત (Gujarati Top News)
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે સુરત જિલ્લાની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં માંડવી ખાતે ભગવાન બિરસા મુંડા (Birsa Munda) ની 150મી જન્મજયંતિ વર્ષની ગૌરવભરી ઉજવણી કરાશે. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાઓમાં રૂ.277 કરોડના 1843 વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત તથા રૂ.102 કરોડના કુલ 2266 વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ , બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા સહિતના આગેવાનો અને નેતાઓ હાજર રહેશે.
પોરબંદર
પોરબંદરમાં આજે 1036 મો સ્થાપના દિવસ ઉજવાશે. આ નિમિત્તે વિવિધ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે દરિયા કિનારે દરિયાદેવની મહાઆરતી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Vadodara : 15 સપ્ટેમ્બરથી હેલ્મેટના નિયમનું કડકાઇથી અમલીકરણ કરાશે - પોલીસ કમિશનર


