Gujarati Top News : આજે 27 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarati Top News : નવરાત્રીના માહોલ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી છે, જેના કારણે ખેલૈયાઓની મજા બગડી શકે છે.
ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા અને આત્મનિર્ભર સંકલ્પ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ તેમજ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 સંદર્ભે ભાજપના પ્રદેશ વકતાઓની કાર્યશાળા આવતી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાશે.
જળસંચય જનભાગીદારી, સ્વચ્છતા હી સેવા તથા પોષણ અભિયાન અંતર્ગત નવસારીના ગણદેવી કોળી પટેલ સમાજની વાળી ખાતે જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને પોષણ ઉત્સવ અને ભૂલકા મેળો તથા વિવિધ કામોના ખાતમુર્હત લોકાર્પણનો કાર્યક્રમ યોજાનાર છે
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા બનાસકાંઠા જિલ્લા અંબાજી એકમ દ્વારા જગત જનની માં અંબાજીના ચાચર ચોકમાં 1111 બાલિકાઓ નું પૂજન અને તેમને શ્રુંગાર આપી પ્રસાદ અપાશે, જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા એપ્રિસિએશન સર્ટી આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં BSNLના સ્વદેશી 4G નેટવર્કનો ઓડિશા ખાતેથી રાષ્ટ્રવ્યાપી શુભારંભ તે પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ગાંધીનગરના મહાત્મા મંદિરમાં હાજર રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર, 2025ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બ્રહ્મપુર-સુરત અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ ટ્રેન ગંજમ જિલ્લાના હજારો કામદારોને લાભ આપશે, જેનાથી તેમને સલામત અને આરામદાયક મુસાફરી મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી બિહારની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ 27 આજે અરરિયા, સારણ અને વૈશાલીમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને મળશે.
આ પણ વાંચો : Gandhinagar : બહિયલ ગામમાં કોમી હિંસા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત, રામજી મંદિરમાં કરી આરતી