Gujarati Top News : આજે 8 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 8 સપ્ટેમ્બર 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીની ઉપલક્ષીમાં "નમોત્સવ "કાર્યક્રમ યોજાશે. સુરત સરસાણા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયુ તથા મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને નિર્ણય લેવાયો છે. આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃતિઓ આજે બંધ રહેશે તેમજ સાબરમતીના પાણી ખેડા તાલુકાના ગામડાઓમાં ફરી વળ્યા તથા કચ્છમાં ભારે વરસાદના કારણે મોટા યક્ષનો મેળો મુલતવી રાખવામાં આવ્યો તેમજ બનાસકાંઠામાં આંગણવાડી, પ્રાથમિક શાળા આજે બંધ તથા માધ્યમિક શાળા અને કોલેજો પણ બંધ રહેશે જેવા વિવિધ સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો સતત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીની ઉપલક્ષીમાં "નમોત્સવ "કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીની ઉપલક્ષીમાં "નમોત્સવ "કાર્યક્રમ યોજાશે. સુરત સરસાણા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયુ છે. તેમાં કાર્યક્રમમાં 150 જેટલા કલાકારો દ્વારા પ્રધાનમંત્રી મોદીના જીવનચરિત્ર પર પરફોર્મન્સ કરશે. લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજન કરાયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાનપણથી લઈ એક વડાપ્રધાન સુધીની યાત્રાનું નાટ્યાત્મક રીતે પ્રદર્શન કરાશે. જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. આયોજકો સાથે મુલાકાત લઈ કાર્યક્રમ અંગેની ચર્ચા કરી છે.
મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને નિર્ણય
મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને નિર્ણય લેવાયો છે. આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃતિઓ આજે બંધ રહેશે. હવામાન વિભાગની અગાહીને લઈ તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવાયો છે. મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
સાબરમતીના પાણી ખેડા તાલુકાના ગામડાઓમાં ફરી વળ્યા
સાબરમતીના પાણી ખેડા તાલુકાના ગામડાઓમાં ફરી વળ્યા છે. જેમાં કલોલી ગામથી પથાપુરા થઈ સ્ટેટ હાઈવેને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા છે. રસિકપુરા અને પથાપુરા ગામમાં સાબરમતીના પાણી ઘૂસ્યા છે. કલોલી ગામની 2000 થી વધુ વીઘા જમીનમાં સાબરમતીનું પાણી ફરી વળ્યું છે. જેમાં પશુપાલકો પોતાના પશુઓ લઈ રોડ પર ચાલી આવ્યા છે. ગામમાં પૂર ઝડપે સાબરમતીનું પાણી પ્રવેશી રહ્યું છે. ત્યારે નીચાણ વાળા વિસ્તારમાં રહેતા 500 લોકોનું સ્થળાંતર કરાયું છે.
કચ્છમાં ભારે વરસાદના કારણે મોટા યક્ષનો મેળો મુલતવી રાખવામાં આવ્યો
કચ્છમાં ભારે વરસાદના કારણે મોટા યક્ષનો મેળો મુલતવી રાખવામાં આવ્યો છે. આગામી તારીખ 10, 11, 12 અને 13 સપ્ટેમ્બરનાં મેળો યોજાશે. આ નિર્ણય મેળા સમિતિ અને સરકાર દ્વારા લેવાયો છે. તમામ કાર્યક્રમો અગાઉની રીતે યથાવત રહેશે. તેમજ રાપરમા છેલ્લા 12 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે.
બનાસકાંઠામાં આંગણવાડી, પ્રાથમિક શાળા આજે બંધ
બનાસકાંઠામાં આંગણવાડી, પ્રાથમિક શાળા આજે બંધ છે. તથા માધ્યમિક શાળા અને કોલેજો પણ બંધ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ તા. 8 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.


