Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Guru Purnima 2025 : ગુરુનાં માર્ગદર્શનથી જ ભગવત પ્રાપ્તિનું લક્ષ્ય સરળ બને છે : સાધુ પ્રેમવત્સલદાસજી

આ પ્રસંગે જીવનપ્રાણ બાપાની વાતોની પારાયણ યોજાઈ હતી. આ પ્રસંગે ઉત્કૃષ્ટ વિધાર્થીનું સન્માન કરીને તેમને ઈનામ આપવામાં આવ્યા હતા.
guru purnima 2025   ગુરુનાં માર્ગદર્શનથી જ ભગવત પ્રાપ્તિનું લક્ષ્ય સરળ બને છે   સાધુ પ્રેમવત્સલદાસજી
Advertisement
  1. મણિનગરનાં સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી (Guru Purnima 2025)
  2. ઉત્કૃષ્ટ વિધાર્થીનું સન્માન કરીને તેમને ઈનામ આપવામાં આવ્યા હતા
  3. જીવનપ્રાણ બાપાની વાતોની પારાયણ યોજાઈ હતી, ગુરૂઓનું પૂજન કરી આરતી કરાઈ
  4. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું ગુરુનું જીવનમાં શું મહત્ત્વ છે ?

Guru Purnima 2025 : આજે 10 જુલાઈનાં રોજ સમગ્ર દેશમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુરૂવારે ગુરુપૂર્ણિમાનાં રોજ મણિનગર (Maninagar) ખાતે આવેલા સ્વામિનારાયણ કુમકુમ મંદિર (Kumkum Temple) ખાતે સ્વામિનારાયણ ભગવાન (Swaminarayan Bhagwan), જીવનપ્રાણ બાપા, મુક્તજીવન સ્વામીબાપા, સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું પૂજન કરીને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીવનપ્રાણ બાપાની વાતોની પારાયણ યોજાઈ હતી. આ પ્રસંગે ઉત્કૃષ્ટ વિધાર્થીનું સન્માન કરીને તેમને ઈનામ આપવામાં આવ્યા હતા.

સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું ગુરુનું જીવનમાં શું મહત્ત્વ છે ?

આ પ્રસંગે ગુરુનું જીવનમાં શું મહત્ત્વ છે ? તે અંગે જણાવતા કુમકુમ મંદિરનાં સાધુ પ્રેમવત્સલદાસજીએ (Sadhu Premvatsaldasji) જણાવ્યું હતું કે, ગુરુએ આપણા પર અનંત ઉપકારો કર્યા છે. તેથી સૌ કોઈ ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરીને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરે છે. આ દિવસે સૌ પોતાની ભક્તિ અને શક્તિ અનુસાર ગુરુનું પૂજન અર્ચન-વંદન-આરતી કરીને ગુરુને પ્રસન્ન કરે છે. આજનાં દિવસે શિષ્ય ગુરુનાં અંનત ઉપકારોમાંથી કિંચિત્ ઋણ અદા કરીને મુક્ત થવાનો પ્રયત્ન કરે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Morbi : કાંતિ અમૃતિયા- 'એ જીતશે તો હું 2 કરોડ આપીશ...', પડકાર ઝીલી ગોપાલ ઇટાલિયાએ કહી આ વાત

'ગુરુ આપણને દિવ્યતાના માર્ગ પર દોરી જનાર માર્ગદર્શક છે'

ભારતીય ધાર્મિક પરંપરામાં ગુરુનું સ્થાન સૌથી ઊંચા શિખરે પ્રસ્થાપિત થયેલું છે. ભગવત પ્રાપ્તિનું જે મનુષ્યનું મુખ્ય લક્ષ્ય છે તે ગુરુનાં માર્ગદર્શનથી જ સરળ રીતે પ્રાપ્ત થાય છે. ગુરુ જ આપણને દિવ્યતાના માર્ગ પર દોરી જનાર માર્ગદર્શક છે, જેના જીવનમાં સદ્ગુરુ નથી તે મનુષ્ય દિશાહિન છે. તેનું જીવન ચંદ્ર વગરની રાત્રિ અને સૂર્ય વગરનાં દિવસ સમાન છે. તેથી જીવનમાં ગુરુ અવશ્ય કરવા જોઈએ. પરંતુ, માત્ર ગુરુ કરવાથી કામ થતું નથી. ગુરુકૃપાની (Guru Purnima 2025) સાથે-સાથે તેમને પ્રસન્ન કરવા માટે પ્રયત્નો પણ કરવા જોઈએ.

આ પણ વાંચો - Junagadh : ઘરે કોઈ નહોતું ત્યારે નરાધમ કૌટુંબિક બનેવીએ સગીરાને પીંખી નાખી

અહોભાગ્ય છે કે સ્વામિનારાયણ ભગવાન મળ્યા : શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી

આ પ્રસંગે શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપણા તો અહોભાગ્ય છે કે, આપણને પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન (Swaminarayan Bhagwan) મળ્યા છે અને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી, સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામી, સદ્ગુરુ મુક્તજીવન સ્વામીબાપા જેવા ગુરુ મળ્યા છે અને સાધુતાની મૂર્તિ એવા સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી જેવા મૂર્તિનો સાક્ષાત્કાર કરનાર સાચા સંત મળ્યા છે. તો આપણે ગુરુપૂર્ણિમાનાં પવિત્ર દિવસે તેમનું પૂજન, અર્ચન અને વંદન કરીએ અને તેમણે ચીંધેલ માર્ગે આપણું તન, મન અને ધન સમર્પિત કરીએ અને ગુરુના ચરણમાં મસ્તક મૂકી દ્રઢ નિશ્ચય કરીએ કે..

તન મન ધન તુજ ચરણે ધરશું,
જીવશું તો તમ કાજ જીવશું.

આ પણ વાંચો - Surat : મુંબઈ-અમદાવાદ NH-48 પર પરિવારને કાળ ભેટ્યો! બાઇકસવાર બેનાં મોત

Tags :
Advertisement

.

×