Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Harani Lake Tragedy: સમગ્ર હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મોટો ખુલાસો

Harani Lake Tragedy: થોડા સમય પહેલા વડોદરાના હરણી લેક ખાતે એક આઘાતજનક દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને સાથે જ 2 શિક્ષિકાઓએ તેમનો જીવ ગુમાવ્યો હતો. હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મોટો ખુલાસો સમગ્ર હરણી લેક બોટ...
harani lake tragedy  સમગ્ર હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મોટો ખુલાસો
Advertisement

Harani Lake Tragedy: થોડા સમય પહેલા વડોદરાના હરણી લેક ખાતે એક આઘાતજનક દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને સાથે જ 2 શિક્ષિકાઓએ તેમનો જીવ ગુમાવ્યો હતો.

હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મોટો ખુલાસો

સમગ્ર હરણી લેક બોટ દુર્ઘટના કાંડ (Harani Lake Tragedy) માં મોટો ખુલાસો સામે આવ્યો છે. આ સમગ્ર દુર્ઘટનામાં કોન્ટ્રાકટરને અપાયેલ કોન્ટ્રાક્ટમાં VMC નું કોઇ જ સુપરવિઝન રહે એવી શરત કરવામાં આવી ન હતી. ત્યારે હાઇકોર્ટ (HC)માં કોન્ટ્રાક્ટમાં સુપરવિઝનના મુદ્દે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જેથી કોઈ ગાઈડલાઈન કે સુપરવિઝન નહીં હોવાની હકીકત કોર્ટની સામે આવી છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો

વડોદરાના હરણી લેકમાં બોર્ દુર્ઘટના (Harani Lake Tragedy) કેસમાં હાઇકોર્ટે લીધેલ સુઓમોટો અરજીમાં રાજ્ય સરકાર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા મ્યુનસિપાલ કોર્પોરેશન (VMC)ના 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે જ જણાવવામાં આવ્યું હતું કે, આ દુર્ઘટનામાં ભોગ બનેલા મૃતકોના પરિવારજાણોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવશે.

Advertisement

નિયમોનું પાલન કરવામાં આવતી જગ્યા પર ફરી બોટિંગ શરૂ

વડોદરા હરણી લેક દુર્ઘટનામાં મૃતકોના પરિવારને કોર્પોરેશન દ્વારા વળતર ચૂકવવામાં આવશે. આ દુર્ઘટના બાદ રાજ્યના 40 જેટલા જળાશયોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી 21 જેટલા જળાશયોમાં બોટિંગ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે સરકારની ગાઈડલાઇન અને નિયમોનું પાલન કરવામાં આવતી જગ્યા પર ફરીથી બોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ અને રાજ્ય સરકાર દ્વારા 4 લાખનું વળતર

આ દુર્ઘટનામાં ભોગ બનેલા મૃતકોના પરિવારજનોને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ અને રાજ્ય સરકાર દ્વારા 4 લાખનું વળતર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - PM મોદીએ આજે રાજકારણની શકલ બદલી નાખી : CR Patil

Tags :
Advertisement

.

×