Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: લાખો પડાવ્યાં બાદ પણ પઠાણી ઉઘરાણી! વ્યાજખોરના ત્રાસથી કંટાળી દવા...

Jamnagar: જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિએ દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં પાન પાર્લર ચલાવતા વ્યક્તિને વ્યાજના વિષચક્રમાં ફસાવ્યો હતો.
jamnagar  લાખો પડાવ્યાં બાદ પણ પઠાણી ઉઘરાણી  વ્યાજખોરના ત્રાસથી કંટાળી દવા
Advertisement
  1. રાજ્યમાં સતત વધી રહ્યો છે વ્યાજખોરોને ત્રાસ
  2. વ્યાજખોરો કાયદાની ડર વિના કરી રહ્યાં છે પઠાણી ઉઘરાણી
  3. જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી પીડિતે આપઘાતનો પ્રયાસ કર્યો

Jamnagar: રાજ્યમાં અત્યારે વ્યાદખોરો ત્રાસ સતત વધી રહ્યો છે. જેના કારણે અનેક લોકો કંટાળીને પોતાની જીવનલીલા સંકેલી દેતા હોય છે. નોંધનીય છે કે, મૂડી ચુકવી દેવા છતાં પણ વ્યાજખોરો વધારે વ્યાજ માટે દબાણ કરીને હેરાન કરતાં હોય છે. આવો જ એક બનાવ જામનગરમાં બનવા પામ્યો છે. જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિએ દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં પાન પાર્લર ચલાવતા વ્યક્તિને વ્યાજના વિષચક્રમાં ફસાવ્યો હતો.

આ પણ વાંચો: આ તે વળી કેવો વિકાસ? રાત્રે કારપેટીંગ કરાયું અને સવારે દેખાયો ભ્રષ્ટાચાર, લોકોના પૈસાનું કર્યું પાણી

Advertisement

આરોપીએ 8 લાખ રૂપિયા 10 ટકાના દરે વ્યાજે આપ્યા

મળતી જાણકારી પ્રમાણે આરોપીએ 8 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે આપ્યા હતા. જેમાં 15 લાખ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજ માટે દબાણ કરતા હતા જેથી પીડિતે દવા પી લીધી હોવાનું સામે આવ્યું હતું. પૈસા ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરતા ફરિયાદીએ દવા પીધી હતી. નોંધનીય છે કે, અત્યારે પોલીસે આરોપી ધર્મેશ રાણપરીયા સામેં ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. આરોપી ધર્મેશ કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલનો ભાઈ છે.

Advertisement

આ પણ વાંચો: VADODARA : સસ્પેન્ડેડ અધિકારી સહિત અન્ય VMCના ચીફ ફાયર ઓફિસર પદના દાવેદાર

વેપારીએ 15 લાખ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજ માટે દબાવ

રાજ્યમાં અત્યારે જે પ્રકારે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે, તે ખુબ જ ચિંતાની વાત છે. જો કે, પોલીસ દ્વારા વ્યાજખોરોની સામે કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં વ્યાજખોરોને જાણે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ નથી તેવી રીતે લોકો પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી રહ્યાં છે. આ વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જામનગરમાં આરોપીએ પાનની કેબીન ધરાવતા ઘનશ્યામ ચોવટીયાને વ્યાજના વિષચક્રમાં ફસાવીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર, 9 પરીક્ષાની પ્રાથમિક કસોટીની તારીખો જાહેર

Tags :
Advertisement

.

×