Harshbhai Sanghvi : કપુરાસી ગામે DyCM હર્ષભાઈ સંઘવીની ખાટલા સભા, ગ્રામજનો સાથે કર્યો સંવાદ
- નાયબ મુખ્યમંત્રી Harshbhai Sanghvi કચ્છનાં અનોખા પ્રવાસે
- લખપતનાં કપુરાસી ગામે હર્ષભાઈ સંઘવીની ખાટલા બેઠક
- રાત્રિ સભામાં મોટી સંખ્યામાં ગામનાં લોકો જોડાયા
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
- "સરકારની અનેક યોજનાઓ છેવાડાનાં વિસ્તાર સુધી પહોંચી છે"
Kutch : રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshbhai Sanghvi) આજે કચ્છની મુલાકાતે છે. દરમિયાન, તેમણે લખપતનાં (Lakhpat) કપુરાસી ગામે ખાટલા સભા યોજી હતી અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. આ રાત્રિ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને નાયબ મુખ્યમંત્રીએ તેમના પ્રશ્નો જાણ્યા હતા. સાંસદ વિનોદભાઈ ચાવડા (Vinodbhai Chavda), ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા, રેન્જ આઇજી. ચિરાગ કોરડીયા સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીની આ સૌથી અનોખી યાત્રા દરમિયાન તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે પણ ખાસ વાતચીત કરી હતી.
આ પણ વાંચો - Kutch : લખપત ગુરૂદ્વારામાં DyCM હર્ષભાઈ સંઘવીએ શીશ નમાવ્યું, શીખ સમાજે ઉમળકાભેર સ્વાગત કર્યું
કપુરાસી ગામે Harshbhai Sanghvi એ ગ્રામજનો સાથે ખાટલા સભા યોજી
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshbhai Sanghvi) હાલ કચ્છની સૌથી અનોખી યાત્રા પર છે. લોકો સાથે, લોકો માટેની નાયબ મુખ્યમંત્રીની આ યાત્રાનો ઉદ્દેશ્ય કચ્છ જિલ્લામાં (Kutch) ભારત-પાકિસ્તાન સરહદ વિસ્તાર પર આવેલા સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા, સામાજિક-આર્થિક સ્થિતિ તેમ જ ગ્રામજનોની રહેણી-કરણીથી અવગત થવાનો છે. 30 IPS અધિકારીઓની વિવિધ ટીમો કચ્છ જિલ્લામાં સરહદી વિસ્તાર પર આવેલા વિવિધ ગામોની મુલાકાત લઈ ત્યાંનાં પ્રશ્નો, સમસ્યા જાણવાની કામગીરી કરી રહી છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લખપતનાં કપુરાસી ગામે ખાટલા સભા યોજી હતી. આ રાત્રિ સભામાં મોટી સંખ્યામાં ગામનાં લોકો જોડાયા હતા. હર્ષભાઈ સંઘવીએ ગામનાં લોકોનાં પ્રશ્નો-સમસ્યાનો તાગ મેળવ્યો હતો. દરમિયાન, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા (Pradyumansinh Jadeja), રેન્જ આઇજી. ચિરાગ કોરડીયા સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - Harsh Sanghvi : ભારત-પાકિસ્તાન સરહદના ગ્રામ્ય વિસ્તારોની DYCM હર્ષભાઈ સંઘવી કરશે મુલાકાત
સરકારની અનેક યોજનાઓ છેવાડાનાં વિસ્તાર સુધી પહોંચી : હર્ષભાઈ સંઘવી
દરમિયાન, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે પણ ખાસ વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, બોર્ડર વિસ્તારનાં પ્રશ્નો જાણ્યા છે. સરકારની અનેક યોજનાઓ છેવાડાનાં વિસ્તાર સુધી પહોંચી છે. દરેક ગામો સુધી અમારા કાર્યો પહોંચ્યા છે. ગ્રામજનો સાથે મુલાકાત કરીને આનંદ થયો છે. તમામ ગ્રામજનોનો આભાર માનું છું.
આ પણ વાંચો - Border villages of Kutch : સરહદી ગામ પુનરાજપરનો ભવ્ય ઈતિહાસ