Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad Police ના હેડ કૉન્સ્ટેબલ અને મહિલા PSI એ પકડેલી લૂંટારૂ ગેંગ પાસેથી હથિયારો, બુરખા અને કાળા દુપટ્ટા મળ્યા

Botad જિલ્લાની ઢસા પોલીસે ગંભીર ગુનો બને તે પહેલાં જ અટકાવી દીધો છે. ઢસા - રસનાળ રોડ પર નદીના કાંઠેથી તેમજ નજીકના ઉમરડા ગામ પાસેથી Botad Dhasa Police એ આંગડિયા લૂંટના આરોપીઓ સહિત 6 શખ્સોને બે શંકાસ્પદ કાર સાથે પકડી પાડ્યાં છે. વહેલી પરોઢે ગણતરીની મિનિટોમાં બે અલગ-અલગ સ્થળે સફળતાપૂર્વક ઑપરેશન પાર પાડીને બે ખુલ્લી નંબર પ્લેટ, પાંચ મોબાઈલ ફોન, તિક્ષણ હથિયારો અને લાકડીઓ કબજે કરી છે.
botad police ના હેડ કૉન્સ્ટેબલ અને મહિલા psi એ પકડેલી લૂંટારૂ ગેંગ પાસેથી હથિયારો  બુરખા અને કાળા દુપટ્ટા મળ્યા
Advertisement

Botad જિલ્લાની ઢસા પોલીસે ગંભીર ગુનો બને તે પહેલાં જ અટકાવી દીધો છે. ઢસા - રસનાળ રોડ પર નદીના કાંઠેથી તેમજ નજીકના ઉમરડા ગામ પાસેથી Botad Dhasa Police એ આંગડિયા લૂંટના આરોપીઓ સહિત 6 શખ્સોને બે શંકાસ્પદ કાર સાથે પકડી પાડ્યાં છે. વહેલી પરોઢે ગણતરીની મિનિટોમાં બે અલગ-અલગ સ્થળે સફળતાપૂર્વક ઑપરેશન પાર પાડીને બે ખુલ્લી નંબર પ્લેટ, પાંચ મોબાઈલ ફોન, તિક્ષણ હથિયારો અને લાકડીઓ કબજે કરી છે. ઢસા પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલનો ત્વરિત નિર્ણય અને મહિલા પીએસઆઈની સર્તકતાએ કેવી રીતે જરા સરખાં નુકસાન વિના ઑપરેશન પૂરૂં કર્યું ? વાંચો આ અહેવાલમાં...

Botad Police ના હેડ કૉન્સ્ટેબલને બાતમી મળી અને...

112 જન રક્ષક વાનના ઈન્ચાર્જ Dhasa Police Station ના હેડ કૉન્સ્ટેબલ જીતુભાઈ વાલજીભાઈ ચૌહાણને ગઈકાલે ગુરૂવારની વહેલી પરોઢ પહેલાં એક બાતમી મળી. બાતમીદારે જીતુભાઈને જણાવ્યું કે, ઢસા - રસનાળ રોડ પર નદીના કાંઠે બહારગામની એક શંકાસ્પદ કારમાં કેટલાંક શખ્સો બેઠા છે. આ હકિકત મળતાની સાથે જીતુભાઈએ તુરંત ઢસા ખાતે રહેતા મહિલા પીએસઆઈ જી.ડી.આહીર (PSI G D Ahir) ને ફોન પર જાણ કરતા તેઓ દોડી આવ્યા. જીતુભાઈ અને મહિલા પીએસઆઈ આહીરે અન્ય ચારેક પોલીસ કર્મચારીઓને સાથે સ્થળ પર પહોંચ્યા અને રોડની બાજુએ પાર્ક કરાયેલી વડોદરા પાસિંગની નંબર પ્લેટ લગાવેલી વિટારા બ્રેજા કારની ચાવી કાઢી લીધી. અન્ય પોલીસ કર્મચારીઓએ કારને ઘેરી લીધી. ડ્રાઈવર સીટ પર બેસેલા મેહુલ ડાભી કોઈની સાથે સંપર્કમાં રહેવા હાથમાં ફોન રાખીને બેઠો હોવાથી તેનો ફોન પીએસઆઈ આહીરે ઝૂંટવી લીધો હતો. કારની જડતી લેતાં ડેશ બૉર્ડ પરથી મુસ્લીમ મહિલાઓ ધારણ કરે તેવા કાળા રંગના બે બુરખાઓ, ત્રણ કાળા દુપટ્ટા અને ડ્રાઈવર સીટની બાજુમાંથી એક છરો તેમજ વચ્ચેની સીટમાંથી લોખંડની કુંડળીવાળી લાકડી મળી આવી હતી. ડીકીમાં તપાસ કરતા તેમાંથી બે ખુલ્લી પડેલી જામનગર પાસિંગની બે નંબર પ્લેટ પણ હાથ લાગી હતી.

Advertisement

Advertisement

Botad Police ના મહિલા પીએસઆઈ સ્થિતિ પારખી ગયા

ઘાતક હથિયાર, ડમી નંબર પ્લેટ અને સૂમસામ રોડ પર કારણ વિના ઉભા રહેલાં શખ્સોને PSI G D Ahir અને હેડ કૉન્સ્ટેબલ જીતુભાઈ પારખી ગયા. આ શખ્સો લૂંટના ઈરાદે ઘાત લગાવીને બેઠાં છે. મેહુલ ડાભી પાસેથી મળેલા ફોન પર સામા છેડે વૉટસએપથી સંપર્ક કરીને બેસેલા શખ્સને ઝડપી લેવા માટે પોલીસે હોંશિયારીપૂર્વક તેનું લૉકેશન મંગાવ્યું. લૉકેશન ઉમરાળા પાસેનું આવતા અન્ય પોલીસ ટીમને તે સ્થળ પર રવાના કરતાં ગાંધીનગરની ટેક્સી પાસિંગ કાર અને તેમાંથી ડ્રાઈવર સહિતના બે શખ્સો મળી આવ્યાં. કારના આગળના ભાગે દેખાય તેવી રીતે મુકેલી ગર્વમેન્ટ ઑફ ગુજરાત લખેલી પ્લેટ મળી અને આ ઉપરાંત ડેશબૉર્ડના ખાનામાંથી એક રામપુરી ચાકુ મળી આવ્યું. ગર્વમેન્ટ ઑફ ગુજરાત લખેલી પ્લેટની પાછળની બાજુએ પોલીસ લખેલું હતું. બે શંકાસ્પદ કાર, હથિયાર, બુરખા, દુપટ્ટા, 5 મોબાઈલ ફોન અને ખુલ્લી પડેલી બે નંબર પ્લેટ કબજે લઈને Botad જિલ્લાના ઢસાના મહિલા પીએસઆઈએ તમામ છ શખ્સોના ઓળખ પૂરાવા માગતા કોઈની પાસે મળી આવ્યા ન હતા.

પોલીસે લાલ આંખ કરતા આરોપીઓનો ઇતિહાસ જાણવા મળ્યો

નંબર પ્લેટ બદલેલી તેમજ સરકારી ઓળખ માટે મુકેલી પ્લેટવાળી બે કાર અને હથિયારો સાથે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ પોલીસે આરંભી હતી. પકડાયેલા આરોપીઓમાં મેહુલ જશુભા ડાભી (ઉ.25), વિશાલ હિરણ્યસિંહ પરમાર (ઉ.34), દિપક સુરેશસિંહ ડાભી (ઉ.29 ત્રણેય રહે. પેથાપુર, તા.જિ.ગાંધીનગર), ચરણભા નથુભા વાઘેલા ઉર્ફે લાલભા (ઉ.28), મંગુભા દશુભા ઝાલા (ઉ.28 બંને રહે. આંગનવાડા, તા.કાંકરેજ-શિહોરી, જિ.બનાસકાંઠા) અને પાટણના સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામના દિવ્યરાજ ઉર્ફે પપ્પુ શંભુજી રાજપૂતનો સમાવેશ થાય છે. મેહુલ ડાભી, ચરણ વાઘેલા, દિવ્યરાજ રાજપૂત અને વિશાલ પરમાર બે વર્ષ અગાઉ હિંમતનગરમાં થયેલી આંગડિયા લૂંટના આરોપીઓ (Angadia Robbery Accused) છે. મેહુલ ડાભી સામે મુંબઈ પોલીસના ચોપડે લૂંટ કેસ નોંધાયેલો છે. દિવ્યરાજ અને ચરણ વાઘેલા સામે અન્ય ગુનાઓ નોંધાયેલા છે. દિપક ડાભી ગુનેગાર ટોળકીની મદદમાં ડ્રાઈવર તરીકે આવ્યો હતો.

આંગડિયા લૂંટનો પ્લાન હોવાની પૂરેપૂરી સંભાવના

ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ પાસેથી મળી આવેલા શંકાસ્પદ વાહનો, હથિયાર, વેશપલ્ટો કરવા તેમજ ઓળખ છુપાવવા માટે રાખેલા બુરખા અને દુપટ્ટા લૂંટને અંજામ આપવા ટોળકી આવી હોવાનો સ્પષ્ટ ઈશારો કરે છે. સુરત અને અમદાવાદથી વહેલી પરોઢ અગાઉ ત્રણેક વાગ્યાથી સવારના 8 વાગ્યા દરમિયાન ઢસા, દામનગર અને ગારીયાધાર ખાતે આંગડિયા પેઢીના માણસો લાખો રૂપિયાની મતા લઈને આવે છે. પકડાયેલી ટોળકી નંબર પ્લેટ બદલેલી કારમાં લૂંટને અંજામ આપ્યા બાદ વિટારા બ્રેજાને બિનવારસી મુકી દઈ ટેક્સી પાસિંગ કારમાં ફરાર થઈ જવાનો પ્લાન કર્યો હોઈ શકે છે. પકડાયેલા આરોપીઓ કબૂલાત નહીં કરતાં હોવાથી પૂરાવા માટે તેમના મોબાઈલ ફોન નંબરના સીડીઆર તેમજ લૉકેશન મેળવી વધુ વિગતો મેળવવા Botad Police પ્રયત્નશીલ બની છે.

આ પણ વાંચો - Journalist Gujarat : સ્પા સેન્ટરમાંથી બહાર નીકળેલા પત્રકારનું અપહરણ, કોઈ પોલીસ ચોપડે ચઢ્યા તો કોઈ ભોગ બન્યા

Tags :
Advertisement

.

×