Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi: બોગસ ડૉક્ટરોનો ફાટ્યો છે રાફડો! ચાર દિવસમાં ઝડપાયા 10 નકલી તબીબ

Morbi: સુરત બાદ મોરબીમાં પણ જાણે વગર ડિગ્રી ડૉક્ટર બની જવાના સપનાઓ લઈને નીકળેલા મુન્નાભાઈ એમબીબીએસ એક બાદ એક ઝડપાઈ રહ્યા છે.
morbi  બોગસ ડૉક્ટરોનો ફાટ્યો છે રાફડો  ચાર દિવસમાં ઝડપાયા 10 નકલી તબીબ
Advertisement
  1. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો ઝડપાયા
  2. કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર કરી રહ્યાં હતા લોકોની સારવાર
  3. મોરબી પોલીસે બોગસ તબીબો સામે કડક કાર્યવાહી હાથ ધરી

Morbi: આપણે ડૉક્ટરને ભગવાન માનીએ છીએ, ભગવાન પછી બીજુ સ્થાન આપણે ડૉક્ટરને આપવીએ છીએ. પરંતુ હવે વગર ડિગ્રીએ ડોક્ટર બની અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડૉક્ટરો ઝડપાઈ રહ્યા છે. સુરત બાદ મોરબીમાં પણ જાણે વગર ડિગ્રી ડૉક્ટર બની જવાના સપનાઓ લઈને નીકળેલા મુન્નાભાઈ એમબીબીએસ એક બાદ એક ઝડપાઈ રહ્યા છે. જેમની સામે અત્યારે કડક કાર્યવાહીના પગલે પણ લેવાઈ રહ્યાં છે.

મોરબીમાં હજી કેટલા છે આવા મુન્નાભાઈ?

નોંધનીય છે કે, છેલ્લા ચાર દિવસની અંદર મોરબીમાં 10 જેટલા મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાઈ ગયા છે. હજુ પણ અનેક મુન્નાભાઈ એમબીબીએસ મોરબીમાં સામે આવે તો નવાઈ નહીં. કારણ કે, જે પ્રકારે મોરબી પોલીસે આરોગ્ય વિભાગને ઊંઘતું રાખી અને મોરબીમાં અલગ અલગ વિસ્તારમાં ડિગ્રી વગર એલોપેથિક દવા આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં 10 જેટલા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: તંત્રની બુદ્ધિનું પ્રદર્શન કરતો વધુ એક નમૂનો! આ રીતે થશે શહેરનો વિકાસ?

Advertisement

બોગસ ડૉક્ટર કોણ છે અને ક્યાંથી ઝડપાયા?

01. હિતેશ કાનજીભાઈ કારાવડીયા 42 વર્ષ
શ્રી રામ ક્લિનિક માળીયા હાઇવે લક્ષ્મીનગર ગામ ખાતેથી દવા ઇન્જેક્શન સહિત કુલ 8139 ના મુદ્દામાલ સાથે તાલુકા પોલીસે ઝડપી પાડ્યો
02. અશ્વિન વેલજીભાઈ નકુમ 35 વર્ષ
પંચાસર ચોકડી પાસે આવેલ મહાવીર નગરમાં પોતાના ઘરને જ દવાખાનુ બનાવ્યું હતું એ ડિવિઝન પોલીસે એલોપેથીક દબાવો બાટલાઓ ઇન્જેક્શન મળી કુલ 18,762 નો મુદ્દામાલ કબજે કર્યો
03. પ્રણવ કુમાર અશોકભાઈ ફળદુ 24 વર્ષ
નિત્યાનંદ સોસાયટી પાસે શ્રીજી ક્લિનિકમાંથી બી ડિવિઝન પોલીસે દવાઓ ઇન્જેક્શન મળી કુલ 8941 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
04. જયકિશન કાંતિભાઈ ભીમાણી 32 વર્ષ
ટંકારા ના બંગાવડી ગામ ખાતે ભાડાના મકાનમાં દવાખાનું ચલાવતો હતો ટંકારા પોલીસે એલોપેથીક દવોઓ ઇન્જેક્શન મળી કુલ ₹1,36,000 નો મુદ્દામાલ ઝપત કર્યો
05.ભરતભાઈ બિહારીદાસ રામાનુજ 43 વર્ષ
માળીયા ના કુંતાસી ગામ ખાતે પોતાના મકાનમાં દવાખાનું બનાવી સારવાર કરતો હતો માળીયા પોલીસે દવાઓ ઇન્જેક્શન સહિત કુલ 1867 નો મુદ્દામાલજ કરી કાર્યવાહી હાથ ધરી
06. સંદીપ મનુભાઈ પટેલ
હળવદના લીલાપર ગામ ખાતે
07. વાસુદેવભાઈ કાંતિભાઈ પટેલ
હળવદના સુંદરીભવાની ગામ ખાતે
08. પરિમલભાઈ ધીરેનભાઈ બાલા
હળવદના રણમલપુર ગામ ખાતે
09. પંચાનન ખુદીરામ ધરામી
હળવદના રાયસંગપુર ગામ ખાતે
10. અનુજ ખુદીરામ ધરામી
હળવદના ઢવાણા ગામ ખાતે

આ પાંચેય ડોક્ટર પાસેથી હળવદ પોલીસે અલગ અલગ કંપનીની ટેબલેટ તથા સાધન સામગ્રી મળી કુલ 51 હજારથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો

આ પણ વાંચો: Surat: લંપટ શિક્ષક વિજય પટેલે 7થી 8 વિદ્યાર્થિનીની કરી હતી છેડતી, CCTVમાં કરતૂત થઇ છતી

બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવા માટે પોલીસે ડ્રાઇવ ચલાવી

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે. હાલ તો પોલીસ દ્વારા બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવા માટે ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. હજી આવનારા દિવસોમાં પણ આવા બોગસ તબીબો ઝડપાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. બોગસ તબીબ દ્વારા કોઈપણ જાતની ડિગ્રી મેળવ્યા વગર જ પોતાના ઘર અથવા તો દુકાનો ભાડે રાખી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં જોવા મળી રહ્યા છે .અને હાલ પોલીસ દ્વારા એક બાદ એક આવા બોગસ તબીબોને પકડી કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલઃ રવી સાણંદિયા, મોરબી

આ પણ વાંચો: શહેરમાં વધુ PMJAY યોજના અંતર્ગત હોસ્પિટલની બેદરકારી! દર્દીનું મોત થતા પરિવારે કર્યો આવો આક્ષેપ

Tags :
Advertisement

.

×