Sabarkantha:આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી, રસીકરણની કામગીરી વિલંબમાં મુકાઈ
- આરોગ્ય કર્મચારીઓની હડતાલનો મામલો
- એસ્મા એક્ટ લાગુ હોવા છતાં કર્મચારીઓ હડતાલ પર
- સાબરકાંઠાનાં 406 આરોગ્ય કર્મીઓને સરકારે ટર્મિનેટ કર્યા
સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓએ છેલ્લા એકાદ અઠવાડીયા અગાઉ પોતાની માંગણીઓ ન સંતોષાતા અચોક્કસ મુદ્દતની હડતાલ પર જતા રહયા છે ત્યારે બે દિવસથી રાજય સરકાર આ હડતાલીયા કર્મચારીઓ માટે આકરા પાણીએ પગલાં લેવાનું શરૂ કર્યું છે ત્યારે સોમવારે મોડી રાત્રે જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ હડતાલમાં જોડાયેલા અંદાજે ૪૦૬ કર્મચારીઓને ટર્મિનેટ કરતાં લેખિત આદેશ કરીને જાણ કરી દેવામાં આવી છે ત્યારે સાબરકાંઠા કર્મચારી મંડળના પ્રમુખે સરકારની આ નિતીનો વિરોધ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે થોડાક દિવસ અગાઉ જિલ્લા પંચાયત આરોગ્ય હસ્તકના ૭૦૦થી વધુ કર્મચારીઓએ ખાતાકીય પરીક્ષા તથા ફીલ્ડમાં કામ કરતા કર્મચારીઓ માટે ફરજીયાત બનાવી છે. જેના લીધે કર્મચારીઓમાં નારાજગી પ્રસરી છે. તેમનું કહેવું છે કે ફીલ્ડમાં કામ કરતાં કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષાની જરૂર નથી.
આ પણ વાંચોઃ Surat: RTI એક્ટિવિસ્ટો લોકો પાસેથી કરતા હતા ખંડણીની વસૂલાત, જાણો શું હતી મોડસ ઓપરેન્ડી
તેમજ ઉચ્ચ ગ્રેડ મેળવવા માટે જે ૧૦ વર્ષનો નિયમ છે પણ તેમાં અનેક કર્મચારીઓ ન હોવાનો આક્ષેપ કરાયો છે. તો બીજી તરફ સોમવારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાએ રાજય સરકારના આદેશ બાદ સાબરકાંઠાના કર્મચારીઓ વિરૂધ્ધ કેટલીક કાર્યવાહી કરી હતી. તો બીજી તરફ સોમવારે મોડી રાત્રે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા તથા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાની સહીથી અંદાજે ૪૦૬ આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરીને આકરા પગલાં લીધા છે.
આ પણ વાંચોઃ Banaskantha : પાલનપુરમાં પોલીટેકનિક કોલેજ પાસે ફાયરિંગ, પોલીસ કાફલો ઘટના સ્થળે
તો બીજી તરફ આંદોલનમાં જોડાયેલા કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બારોટે સરકારની આ કાર્યવાહીથી નારાજ થઈને જરૂર પડે કોર્ટનો આશરો લેવાની ચીમકી ઉચ્ચારી છે. દરમ્યાન જિલ્લા ઓરાગ્ય વિભાગ દ્વારા પપ કર્મચારીઓ સામે આરોપનામુ ઘડવામાં આવ્યું છે. જેથી આગામી દિવસોમાં આરોગ્ય કર્મચારીની હડતાલ કેવું સ્વરૂપ ધારણ કરે છે તે જોવાનું રહયું. હાલ તો સાબરકાંઠા જિલ્લા રસીકરણની કામગીરી વિલંબમાં મુકાઈ રહી છે.
આ પણ વાંચોઃ Amreli : વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં મોટો ઘટસ્ફોટ!
(અહેવાલ - યશ ઉપાધ્યાય)