Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલમાં મૂશળધાર વરસાદ, શહેરમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ, નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાયા

ગોંડલમાં મૂશળધાર વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, અંડરબ્રિજ વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો
ગોંડલમાં મૂશળધાર વરસાદ  શહેરમાં એક કલાકમાં 2 ઇંચ વરસાદ  નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાયા
Advertisement
  • ગોંડલમાં મૂશળધાર વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
  • ગોંડલમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ તૂટી પડ્યો
  • આશાપુરા, લાલપુલ, ઉમવાડા, ખોડીયાર નગર અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા

ગુજરાતમાં આજે અનેક જિલ્લા અને તાલુકામાં ઝરમર અને અતિભારે વરસાદ પડ્યો છે. રાજકોટના ગોંડલમાં  શનિવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ  મૂશળધાર વરસાદ પડ્યો હતો.  શહેરમાં એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.  જેના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ખાસ કરીને આશાપુરા, લાલપુલ, ઉમવાડા, ખોડીયાર નગર તેમજ અંડરબ્રિજ વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગોંડલમાં મૂશળધાર વરસાદ   2 ઈંચ વરસાદ

Advertisement

ગોંડલ શહેરમાં 1 કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો જેવાકે કોલેજ ચોક, નાની બજાર, મોટી બજાર, બસસ્ટેન્ડ રોડ, ભુવનેશ્વરી મંદિર રોડ, જેલ ચોક સહિતના રાજમાર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા અને માત્ર બે ઈંચ વરસાદથી શહેરના રાજમાર્ગો પાણી જોવા મળ્યું હતું. શહેરમાં ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

Advertisement

ગોંડલમાં મૂશળધાર વરસાદ થી  મુખ્ય અંડરબ્રિજ નીચે પાણી ભરાયા 

ગોંડલ શહેરમાં બપોરબાદ વરસેલા ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા જ્યારે શહેરમાં પ્રવેશતા મુખ્ય અંડરબ્રિજ જેમકે આશાપુરા, લાલપુલ, ઉમવાડા, ખોડીયાર નગર અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો, રાહદારીઓ અટવાયા સાથે અંડરબ્રિજ નીચે કેળ સમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો...

અહેવાલ : વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો:   Dwarka બ્રેકિંગ : ખંભાળિયામાં યુવા મહોત્સવમાં ફૂડ પોઈઝનિંગ, 50થી વધુ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડાયા

Tags :
Advertisement

.

×