Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal News : ભારે વરસાદના કારણે આશાપુરા અંડરબ્રિજમાં પાણી ભરાયા, બે બસો ફસાઈ

ગોંડલ શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગોંડલ શહેરની અનેક નાની મોટી નદીઓ ઓવરફ્લો થવા પામી છે. ત્યારે ગોંડલ શહેરમાં આશાપુરા અંડર બ્રિજમાં એક એસટી બસ અને એક ખાનગી બસ વરસાદી પાણીમાં ફસાઈ હતી જેમાં બસમાં બેઠેલા મુસાફરોને ઇમરજન્સી...
gondal news   ભારે વરસાદના કારણે આશાપુરા અંડરબ્રિજમાં પાણી ભરાયા  બે બસો ફસાઈ
Advertisement

ગોંડલ શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગોંડલ શહેરની અનેક નાની મોટી નદીઓ ઓવરફ્લો થવા પામી છે. ત્યારે ગોંડલ શહેરમાં આશાપુરા અંડર બ્રિજમાં એક એસટી બસ અને એક ખાનગી બસ વરસાદી પાણીમાં ફસાઈ હતી જેમાં બસમાં બેઠેલા મુસાફરોને ઇમરજન્સી બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Advertisement

ફાયર અને નગરપાલિકા તંત્ર ઘટનાસ્થળે પોહચ્યા

ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે આશાપુરા અંડર બ્રિજ નીચે કેડ સમાં પાણી ભરાતા બ્રિજ નીચે પસાર થતી બે બસો ફસાઈ હતી. એક એસ.ટી બસ અને ખાનગી બસ બ્રિજ નીચે ફસાયા ની ઘટના ની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર સ્ટાફની ટીમ રેસ્ક્યુ વાહનો સાથે ઘટના સ્થળે પોહચ્યા હતા અને બસમાં સવાર મુસાફરોને ઈમરજન્સી બારી માંથી બહાર કાઢવામાં આવ્યા હતા ઘટનાની જાણ પાલિકા તંત્રને થતા પાલિકા પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, આસિફભાઈ ઝકરિયા સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Advertisement

બસને દોરડા વડે ખેંચી બહાર કાઢવામાં આવી

શહેરમાં પ્રવેશતા મુખ્ય અંડર બ્રિજ નીચે કેડ સમાં પાણી ભરાતા બે બસો ફસાઈ હતી અને ફાયર સ્ટાફ રેસ્ક્યુ વાહનો સાથે ઘટના સ્થળે પોહચી બસ ને દોરડા વડે બાંધી ખેંચી ને બહાર કાઢવામાં આવી હતી.

શહેર માં ત્રણ અંડર બ્રિજ માં વરસાદી પાણી ભરાયા

ગોંડલ શહેરમાં ત્રણ જેટલા અંડર બ્રિજ આવેલા છે જેમાં લાલપુલ, આશાપુરા અંડર બ્રિજ અને ઉમવાળા અંડર બ્રિજ ખાતે વરસાદી પાણી ભરાયા છે જેમાં અનેક વખત અનેક નાના-મોટા વાહનો ફસાયા ની ઘટના સામે આવી છે ત્યારે આજે પણ આશાપુરા અંડર બ્રિજ ખાતે બે બસ ફસાઈ હતી તંત્ર દ્વારા જે અંડર બ્રિજ આવેલા છે તેમાં વાહન વ્યવહાર જો બંધ કરવામાં આવે તો કોઈ આકસ્મિત ઘટના બનતી અટકી શકે છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : Junagadh News : રેલ્વે લાઈનને લઈને જન આંદોલનના એંધાણ, ગેજ કન્વર્ઝન પહેલાં પલાસવા શાપુરને જોડવાની માંગ

Tags :
Advertisement

.

×