Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

HIMATNAGAR: જૂની જિલ્લા પંચાયત પાસેના અંડરબ્રીજ નીચેની રૂ.31 હજારના દારૂ સાથે વ્યક્તિ ઝડપાયો

લોકસભાની ચૂંટણીને લઇને પોલીસ તંત્ર કડક આચાર સંહિતાનો અમલ કરાવી રહ્યુ છે. ત્યારે શુક્રવારે બાતમીના આધારે હિંમતનગર ( HIMATNAGAR ) જૂની જિલ્લા પંચાયત પાસેના અંડરબ્રીજમાંથી પાસપરમીટ વિનાનો અંદાજે રૂપિયા ૩૧ હજારની કિંમતના વિદેશી દારૂ સહિત રૂપિયા ૩ લાખની કાર સાથે...
himatnagar  જૂની જિલ્લા પંચાયત પાસેના અંડરબ્રીજ નીચેની રૂ 31 હજારના દારૂ સાથે વ્યક્તિ ઝડપાયો
Advertisement

લોકસભાની ચૂંટણીને લઇને પોલીસ તંત્ર કડક આચાર સંહિતાનો અમલ કરાવી રહ્યુ છે. ત્યારે શુક્રવારે બાતમીના આધારે હિંમતનગર ( HIMATNAGAR ) જૂની જિલ્લા પંચાયત પાસેના અંડરબ્રીજમાંથી પાસપરમીટ વિનાનો અંદાજે રૂપિયા ૩૧ હજારની કિંમતના વિદેશી દારૂ સહિત રૂપિયા ૩ લાખની કાર સાથે એક જણાની પોલીસે અટકાયત કરી હતી.આ અંગે એલસીબીના પીઆઇ એસ.એન.કરંગીયા તથા તેમના સ્ટાફના જણાવ્યા મુજબ શુક્રવારે તેઓ બી ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતા.

HIMATNAGAR POLICE

HIMATNAGAR POLICE

Advertisement

એવી બાતમી મળી હતી કે જૂની HIMATNAGAR જિલ્લા પંચાયતના રેલ્વે અંડરબ્રીજ નીચે એક શખ્સ દારૂ કારમાં ભરીને ઉભો છે. જે આધારે એલસીબીના સ્ટાફે તરતજ જૂની જિલ્લા પંચાયત રેલ્વે અંડરબ્રીજ નીચે જઇ તપાસ કરતા નંબર વગરની એક કારમાંથી અંદાજે રૂપિયા ૩૧ હજારની કિંમતની ૧૭૫ દારૂ અને બિયરનો પાસપરમીટ વિનાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે કારમાં બેઠેલ શ્રવણકુમાર હંસારામજી ભાટ (રહે.ભોલેશ્વર, HIMATNAGAR)ની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

Advertisement

ત્યારબાદ પોલીસે પકડાયેલા શખ્સ અને કબ્જે લેવાયેલા દારૂના જથ્થો, મોબાઇલ અને કાર મળી અંદાજે રૂપિયા ૩.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ તેની વિરૂધ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો : PANCHMAHAL : બદલાતા વાતાવરણની અસર મહુડાના ફૂલ પર થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ

આ પણ વાંચો : Ahmedabad : ચૂંટણી માહોલમાં ગુનેગારોની ખેર નહીં, પોલીસે કરી આ ખાસ તૈયારી, વાંચો સંપૂર્ણ અહેવાલ

આ પણ વાંચો : SOU : સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર

Tags :
Advertisement

.

×