Himmatnagar : આવી ધાંધલી! Parle નાં ક્રેકજેક બિસ્કીટનાં પેકેટ અંગે ગ્રાહકે કર્યો ચોંકાવનારો દાવો
- પારલેનાં ક્રેકજેક બિસ્કીટનો વીડિયો વાઇરલ (Himmatnagar)
- હિંમતનગરનાં ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો
- બિસ્કીટનાં પેકેટમાં ગોલમાલ થતી હોવાનો વીડિયો
- પેકેટમાં પ્રિન્ટ કરતા ઓછું વજન હોવાનો દાવો કરાયો
Himmatnagar : રાજ્યમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળનાં કિસ્સાઓ સતત આપણી સમક્ષ આવે છે. બહાર વેચાતી ખાણીપીણીની વસ્તુઓનાં પેકેટમાંથી જીવાત નીકળી હોવાનાં અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થયા છે. ત્યારે હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જાણીતી બ્રાન્ડ પારલેનાં ક્રેકજેક બિસ્કીટનાં પેકેટ પર પ્રિન્ટેડ વજન કરતા ઓછું વજન હોવાનો દાવો કરાયો છે. આ અંગે ગ્રાહકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ પણ કરી છે.
આ પણ વાંચો - Kutch : વારંવાર રજૂઆત છતાં ન્યાય ન મળતા વૃદ્ધ અરજદારે ભુજ કલેકટર કચેરીએ લેટળીયા ખાધા!
તમે જ કહો આમાં સાચું કોણ? | Gujarat First #sabarkantha #viralvideo #trending #ReelShort #gujaratfirst pic.twitter.com/E1VgN8eeVW
— Gujarat First (@GujaratFirst) January 24, 2025
પારલે બિસ્કીટનાં પેકેટમાં ગોલમાલ થતી હોવાનો વીડિયો
પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જે સાબરકાંઠાનાં (Sabarkantha) હિંમતનગરનો હોવાનો કહેવાઈ રહ્યું છે. આ વાઇરલ વીડિયોમાં એક ગ્રાહકે જાણીતી બ્રાન્ડ પારલેનાં ક્રેકજેક બિસ્કીટનાં પેકેટમાં (Parle's Krackjack Biscuit) ગોલમાલ થયાનો દાવો કર્યો છે. બિસ્કીટનાં પેકેટ પર પ્રિન્ટ વજન કરતા ઓછું વજન હોવાનો વીડિયોમાં દાવો કરાયો છે. વીડિયોમાં ગ્રાહકે દાવો કર્યો કે, ખરેખર વજન 56.7+ 6.3 ગ્રામ થવાને બદલે ચેક કરતા વજન માત્ર 42 ગ્રામ જ જણાયું.
આ પણ વાંચો - Surendranagar : પાટડીમાં ગેસ ગળતરથી 2 કર્મીનાં મોત મામલે NHRC ની મોટી કાર્યવાહી!
બિસ્કીટ ખરીદનારે ગ્રાહક સુરક્ષામાં કરી અરજી
હિંમતનગરનાં (Himmatnagar) ગ્રાહકે બિસ્કીટનાં પેકેટનું વજન કરતો વીડિયો કંડારી સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો છે. ગ્રાહકે જણાવ્યું કે, એક જાગૃત નાગરિક તરીકે મેં મારો સમય બગાડીને આ અંગે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં (Consumer Protection Center) ફરિયાદ કરી છે. ત્યારે હવે જોઈએ કે આ મામલે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. જો કે, આ વીડિયો સામે આવતા જાણીતી પારલે બ્રાન્ડનાં પ્રોડેક્ટને લઈ હવે લોકો વચ્ચે અનેક સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - Botad : માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી થતી કપાસની ખરીદીને લઈ મોટા સમાચાર, ખેડૂતોને અપીલ


