BZ GROUP Scam: BZ નામની તમામ ઓફિસો હાલ બંધ જોવા મળી, તપાસનો દોર યથાવત
- ગુજરાતના સૌથી મોટા કૌભાંડના પર્દાફાશ કરવામાં આવ્યો
- BZ ગ્રૂપનાં એજન્ટોની વિવિધ ઓફિસો પર CID ના દરોડા
- રૂપિયા 6 હજાર કરોડનું રાજ્યનું સૌથી મોટું કૌભાંડ
BZ GROUP Scam: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એક મોટા કૌભાંડના પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેને લઈને અત્યારે મહત્વના સમાચાપ સામે આવ્યાં છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો પાસે ઊંચા વ્યાજની લાલચ આપી લોભામણી સ્કીમો મૂકી રોકાણ કરાવનાર બી ઝેડ ગ્રુપની અલગ અલગ બ્રાન્ચો પર સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠાને અરવલ્લી જિલ્લાની સાત જેટલી બ્રાન્ચો પર ગઈકાલે સીઆઇડી ક્રાઈમ દ્વારા તપાસ આદરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: BZ GROUP Scam : વિવિધ ઓફસમાંથી રૂ.16.38 લાખ રોકડ મળી : ADGP
BZ નામની તમામ પ્રકારની ઓફિસો હાલ તો બંધ
નોંધનીય છે કે, BZ નામની તમામ પ્રકારની ઓફિસો હાલ તો બંધ જોવા મળી છે. BZ ટ્રેડર્સ ખાતે પણ વિવિધ ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની મળતી હતી પરંતુ આજે એ ઓફિસ પણ બંધ જોવા મળી છે. કયા પ્રકારના ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અહીં મળતી હતી? તો સીઆઈડી ક્રાઈમ દ્રારા પેસ બાદ હિંમતનગર પાસે આવેલ BZ ગ્લોબલ એજ્યુકેશન ખાતે પણ દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાથી પણ દસ્તાવેજ લઈને ટીમ નીકળી છે ત્યારે હજુ પણ વધુ ઘટફોસ્ટ થાય તેમ છે.
આ પણ વાંચો: Ponzi Schemeનું કૌંભાડ કરી ભૂપેન્દ્ર ઝાલાએ ખરીદી ગ્રોમોર કોલેજ..?
6 હજાર કરોડનું રાજ્યનું સૌથી મોટું કૌભાંડ
અરવલ્લીનાં BZ ગ્રૂપ (BZ GROUP Scam) પર CID એ તવાઈ બોલાવી છે. આરોપ પ્રમાણે રૂપિયા 6 હજાર કરોડનું રાજ્યનું સૌથી મોટું કૌભાંડ કરનાર BZ ગ્રૂપનાં એજન્ટોની વિવિધ ઓફિસો પર CID ની ટીમો દ્વારા એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે, આ દરમિયાન એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ સાથે જ BZ ગ્રૂપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Jhala) પણ પોલીસ પકડથી હાલ દૂર છે. BZ ગ્રૂપની તપાસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે BZ ગ્રૂપ દ્વારા કેવી રીતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. તેની વિગતો સામે આવી છે.
આ પણ વાંચો: રાજ્યમાં સૌથી મોટું સ્કેમ કરનાર BZ ગ્રૂપનો CEO BJP નો સભ્ય! રૂ. 6 હજાર કરોડનાં કૌભાંડનો આરોપ