Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિંમતનગર: ખાડીયામાં પૈરાણિક મંદિરની દિવાલને અડીને બનાવી દીધું શૌચાલય

પાલિકાના નવીન ભવન નજીકનું શૌચાલયમાંથી આવતી દુર્ગંધ આરોગ્ય માટે જોખમકારક
હિંમતનગર  ખાડીયામાં પૈરાણિક મંદિરની દિવાલને અડીને બનાવી દીધું શૌચાલય
Advertisement
  • હિંમતનગર: ખાડીયામાં પૈરાણિક મંદિરની દિવાલને અડીને બનાવી દીધું શૌચાલય
  • પાલિકાના નવીન ભવન નજીકનું શૌચાલયમાંથી આવતી દુર્ગંધ આરોગ્ય માટે જોખમકારક
  • હિંમતનગર: દાતાઓ દ્વારા મંદિરનું રિનોવેશન શરૂ કરાયું, કચરા પેટી, અન્યત્ર ખસેડવાની જરૂર

હિંમતનગરના ખાડીયા વિસ્તારમાં આવેલ મંદિર રજવાડા વખતનું છે. અહીં આવતા લોકો આસ્થા સાથે નિયમિત દર્શન કરવા માટે આવી રહ્યા છે. પરંતુ મંદિરની દિવાલને અડીને જ શૌચાલય બનાવી દેવામાં આવ્યું છે. શૌચાલયને કારણે મંદિરની પ્રવિત્રતા દાવ ઉપર લાગી ગઈ છે. મંદિરમાં દર્શને કરવા આવેલા લોકોને અપ્રવિત્રતાનો અહેસાસ થઈ રહ્યો છે. આ સાથે જ વિસ્તારમાં વાતાવરણ કુલુષિત બની રહ્યું છે. તો મંદિરની આસપાસ ગંદકીના કારણે ખરાબ દૂર્ગંધના કારણે પણ મુશ્કેલી વધી ગઈ છે. ભરચક વિસ્તારમાં આવેલ મંદિરનું દાતાઓ દ્વારા રિનોવેશનનું કામ શરૂ કરાયું છે. ત્યારે આ શૌચાલયની જગ્યા સત્વરે બદલવાની માંગ ઉઠવા પામી છે. એટલુ જ નહીં પણ શૌચાલયની દક્ષિણ તરફની દિવાલે પાલિકાનું નવીન ભવન લોકપર્ણની રાહ જોઇ રહ્યું છે. ત્યારે પાલિકાના સત્તાવાળાઓએ જરૂર પડે સ્થળ નિરીક્ષણ કરી આ શૌચાલય તથા તેની પાસે આવેલી કચરા પેટીનું સ્થળ બદલવાની માંગ ઉઠવા પામી છે.

આ અંગેની વિગત એવી છે કે ખાડીયા વિસ્તારમાં આવેલ આસ્થાના પ્રતિક સમાન મહા મંદિરનું નિર્માણ રજવાડાના સમયમાં કરાયું હોવાનું મનાઇ રહ્યું છે. કહેવાય છે કે તત્કાલિન સમયે ખાસ કરીને નવરાત્રિ અને તહેવાર હોય ત્યારે રાણીઓ ગુપ્ત માર્ગે થઇને મહા મંદિરમાં આવી પૂજા-અર્ચના કરતા હતા. દરમિયાન અત્યારે પણ શહેરના અનેક લોકો નિયમિત દર્શન કરવા આવીને સેવા-પૂજા કરી રહ્યા છે. નવરાત્રિમાં અહીંના યુવક મંડળ દ્વારા ભવ્ય નવરાત્રિનું પણ નિયમિત રીતે આયોજન કરાઇ રહ્યું છે. આસ્થાના પ્રતિક સમાન આ મહા મંદિરનું રિનોવેશન કરવા માટે કેટલાક દાતાઓએ તૈયારી બતાવીને કામ શરૂ કરાવ્યું છે.

Advertisement

દરમિયાન વર્ષો પુરાણા અને ખાડીયા સહિત સમગ્ર હિંમતનગરમાં અને જિલ્લામાં મહા મંદિર તરીકે ઓળખાતી આ જગ્યાનો કેટલોક ભાગ સમારકામ માંગી રહ્યો છે. ત્યારે દાતાઓએ કરેલી પહેલને કારણે છેલ્લા કેટલાક દિવસથી રિનોવેશનનું કામ શરૂ થઇ ચુકયું છે. પરંતુ અહીં આવતા તથા આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો અને વેપારીઓનું કહેવું છે કે ધાર્મિક સ્થળ પાસે આવેલ શૌચાલયને સત્વરે અન્ય સ્થળે ખસેડવું જોઇએ. તો બીજી તરફ આ વિસ્તારમાંથી ચૂંટાયેલા પદાધિકારીઓ અને અગ્રણીઓને ખાડીયા ચોકની ખબર છે. ત્યારે તેમણે પણ પાલિકામાં જરૂર પડે યોગ્ય રજૂઆત કરીને શૌચાલય અન્ય સ્થળે ખસેડવા માટે કાર્યવાહી કરવાવી હિતાવહ છે.

Advertisement

એટલુ જ નહીં પણ ખાડીયા ચોકની દક્ષિણ તરફ આવેલ ટાવર ચોક રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પાલિકાનું અદ્યતન ભવનનું લોકાપર્ણ થવાની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે સત્વરે પાલિકાના સત્તાધીશોએ પણ રસ દાખવીને મહા મંદિરના રિનોવેશન માટે વધુ જગ્યા મળે તે દિશામાં ચર્ચા કરી યોગ્ય કરવાની જરૂર હોવાનો હિંમતનગરવાસીઓનો મત છે.

આ પણ વાંચો-Gondal : રીબડા પેટ્રોલપંપ ફાયરિંગ કેસ, મુંબઈ-આગ્રાથી ભાડૂતી શાર્પશૂટર સહિત 4 ની ધરપકડ

Tags :
Advertisement

.

×