Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રાવણ માસમાં ઇંડા-નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવા હિન્દુ સંગઠને CMને લખ્યો પત્ર

સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા પવિત્ર સ્થળો પાસે ઇંડા-નોનવેજની લારીઓ બંધ કરવાની માંગ
શ્રાવણ માસમાં ઇંડા નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવા હિન્દુ સંગઠને cmને લખ્યો પત્ર
Advertisement
  • શ્રાવણ માસમાં ઇંડા-નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવા હિન્દુ સંગઠને CMને લખ્યો પત્ર

અમદાવાદ: અમદાવાદ હિન્દુ સંગઠન 'ભગવા સેવા'એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમને પ્રવિત્ર માસ એવા શ્રાવણમાં ઈંડા અને નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. હાલમાં હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો શ્રાવણ ચાલી થવા જઈ રહ્યો છે. આ મહિનામાં સમસ્ત હિન્દુ સમાજના લોકો માસ-મચ્છી-મદીરાથી દૂરી બનાવી લેતા હોય છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં મંદિરની આસપાસ પણ ઈંડા વગેરેની લારીઓ ચાલું રહેતી હોય છે.

તેથી હિન્દુ સેનાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પવિત્ર સ્થાનોની આસપાસની જગ્યાઓ ઉપર ચાલી રહેલા ઇંડા અને નોનવેજની દુકાનોને બંધ કરવાની માંગણી કરી છે. તે ઉપરાંત મોટા શહેરોમાં અનેક જગ્યાઓ ઉપર ઉભી રહેતી લારીઓને પણ બંધ કરાવવાની માંગણી કરી છે.

Advertisement

તે ઉપરાંત ભગવા સેનાએ પોતાના પત્રમાં માંગણી કરી છે કે, કેએફસી અને મેકડોનાલ્ડ જેવી જગ્યાઓ પર ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ જેવા શહેરોમાં પણ વસ્ત્રાપુર લેકની આસપાસ મોટા પ્રમાણમાં ઇંડાની ચાલી રહી છે.

Advertisement

ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલે જણાવ્યું કે, રાજ્યભરના મોટા-મોટા પવિત્ર સ્થાનો જેવા સોમનાથ કે, દ્વારકાધીશ સહિતના પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠાનોની તેમની આસપાસ ચાલતા ઇંડા-નોનવેજના વ્યાપારને સરકારે બંધ કરાવવા જોઈએ. તે ઉપરાંત તેમને કહ્યું કે, આગામી દિવસોમાં અંબાજીના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી જશે તો તેમના રૂટમાં પણ આવી રીતના ચાલતા ઇંડા અને નોનવેજના ધંધાઓ બંધ કરાવવા જોઈએ.

અમદાવાદ વિશે તેમણે જણાવ્યું કે, જેણે પણ ઇંડા-નોનવેજનું વેચાણ કરવું છે, તેઓ અમદાવાદથી 20 કિલોમીટર દૂર જઈને વેચાણ કરી શકે છે.

Tags :
Advertisement

.

×