Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : ખેડૂતોની દિવાળી સુધારતો ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો....

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ સરકાર ગમે તેવા ભાવે ખેડૂતોની જમીનનું સંપાદન કરતી હોય છે, પરંતુ ખેડૂત ન્યાયિક લડત લડે તો તેને પોતાની જમીનનો સાચો ભાવ પણ મળી શકે છે. આવો જ એક મહત્વનો ચુકાદો ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 25 ખેડૂતોની...
bharuch   ખેડૂતોની દિવાળી સુધારતો ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Advertisement

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

સરકાર ગમે તેવા ભાવે ખેડૂતોની જમીનનું સંપાદન કરતી હોય છે, પરંતુ ખેડૂત ન્યાયિક લડત લડે તો તેને પોતાની જમીનનો સાચો ભાવ પણ મળી શકે છે. આવો જ એક મહત્વનો ચુકાદો ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 25 ખેડૂતોની તરફેણમાં આવ્યો છે. જેમાં સરકારે નક્કી કરેલા ભાવ કરતા વધુ ભાવ ખેડૂતોને આપવા માટેનો હુકમ થતા જ ખેડૂતોની દિવાળીમાં આ વખતે સુધારો જોવા મળી રહ્યો છે.

Advertisement

ભરૂચ જિલ્લાના આમોદ સેજજને જોડતા દેરોલ ગામની જમીનમાં રસ્તાને પહોળો કરવા માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. જે અંગેનું જાહેરનામું ગત તારીખ 30/09/20210ના રોજ ગેજેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જમીન સંપાદન કાયદાની કલમ 6નું જાહેરનામું તારીખ 20/10/2011ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જમીન સંપાદન કાયદાની કલમ 11 મુજબ રેગ્યુલર એવોર્ડ તારીખ 20/12/2013ના રોજ દાખલ કરવામાં આવેલ હતી, જેમાં પ્રતિ ચોરસ મીટરના ખેતીની જમીનના રૂપિયા 21.4 પ્રમાણે ભાવ આપેલ હતો.

Advertisement

જે રકમ ખૂબ ઓછી અને અને અપૂરતી હતી. જેના પગલે દેરોલ ગામના ખેડૂત - ખાતેદારો વતી ખેડૂતોના મસિહા તરીકે ધારાશાસ્ત્રી ડોક્ટર નસીમ.જી કાદરીએ વધુ વળતર જમીન સંપાદનની કાયદાની કલમ 18 હેઠળ ભરૂચ સિવિલ કોર્ટમાં 2014માં કેસ દાખલ કર્યો હતો અને ત્યારબાદ ખેડૂતોએ 2018માં ભરૂચના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં કાર્યવાહી અને સુનવણી માટે રાવ નાખી હતી.

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 25 ખેડૂતો અને ખાતેદારોની જમીનમાં વધુ વળતર મેળવવા સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ધારાશાસ્ત્રી ડોક્ટર નસીમ.જી કાદરી દ્વારા દસ્તાવેજી પુરાવા રજુ કરી તબક્કા વાર દલીલો કરવા સાથે ધારદાર દલીલો કરી અને અંતે ભરૂચના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી એચ. એ ઉપાધ્યાયે ખેડૂત તરફેના વકીલ નસીમ.જી કાદરીની દલીલો અને દસ્તાવેજી પુરાવાના આધારે ખેડૂત તરફેણમાં ચુકાદો આપી પ્રતિ ચોરસ મીટરના ખેડૂતોને રૂપિયા 2,306,96 પ્રમાણે બજાર કિંમત નક્કી કરી. જજમેન્ટ આપતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના મહત્વના જજમેન્ટ થી દેરોલ ગામના ખેડૂતો ખાતેદારોની દિવાળી સુધરી હોવાનો અનુભવ કરી કોર્ટના ચુકાદાને ખેડૂતોએ આવકાર્યો હતો

આ પણ વાંચો -- લોકોને શરીરના આ ‘ભાગ’ માં મારવાને કસ્ટોડિયલ ક્રૂરતા ન ગણવી જોઈએ, પોલીસની દલીલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×