Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હોળીના પર્વ પેહલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ

Gondal: સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી.
હોળીના પર્વ પેહલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ
Advertisement
  1. યાર્ડમાં અંદાજે 2 લાખ ગુણી ધાણાની આવક થઈ
  2. ગોંડલ માર્કેટ યાર્ડ ધાણાની આવકથી ઉભરાયું ગયું હતું
  3. યાર્ડ બહાર વાહનોની 6 થી 7 કી.મી. લાંબી લાઈનો લાગી

Gondal: સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. અને હોળીના પર્વ પેહલા ગોંડલ યાર્ડ ધાણા ની આવકથી ઉભરાયું હતું. યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણા ની આવકની જાહેરાત કરતા યાર્ડ બહાર ગઈકાલ સવારથી જ 1800 થી 2000 હજાર વાહનોની 6 થી 7 કી.મી. લાંબી લાઈનો લાગી જવા પામી હતી અને અંદાજે 1.75 થી 2 લાખ ગુણી ધાણાની આવક થવા પામી હતી.

સિઝનની સૌથી વધુ આવક જોવા મળી

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ધાણાનું હબ ગણવામાં આવે છે. ત્યારે ગોંડકલ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની સૌથી મોટી અંદાજે 2 લાખ ગુણી જેટલી ધાણ ની આવક થવા પામી છે. સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ યાર્ડમાં આવે છે. જેનું કારણ એ છે કે, ભારત દેશની કોઈ એવી મસાલા કંપની નથી જે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદીમાં ન આવતી હોય જેની સામે ખેડૂતોને ભાવ સારા મળતા હોય છે.

Advertisement

આ પણ વાંચો: નપામાં પ્રમુખ તરીકે મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ તરીકે પરવેજ મકરાણી બિનહરીફ

Advertisement

20 કિલો ધાણાના ભાવ રૂપિયા 900/- થી 2150/- સુધીના બોલાયા

હરરાજીમાં ખેડૂતોને 20 કિલો ધાણાના ભાવ રૂપિયા 900/- થી 2150/- સુધીના બોલાયા હતા. તેમજ ધાણીના ભાવ રૂપિયા 1000/- થી 3000 સુધીના બોલાયા હતાં. ખાસ ખેડૂત મિત્રોને અપીલ છે કે, ધાણી સૂકવીને લઈને આવવી જેથી ખેડુતોએ મહા મેહનતે પકવેલ ધાણાનો સારો ભાવ મળે. વિશ્વની ટોપ કંપનીઓ અહીં જ્યારે ધાણાની ખરીદી કરવા આવે એ પણ ખેડૂતોને સારા ભાવ આપીને જાય તેવી યાર્ડના ચેરમેને ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Ahmedabad : ધ્વનિ પ્રદૂષણ મુદ્દે HC નાં આદેશોનું પાલન ન થતાં 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ' ની અરજી!

યાર્ડના સત્તાધીશોએ ધાણાની આવકને લઈને શું કહ્યું?

સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જેમકે જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી, ભાવનગર અને અમરેલી સહિતના જિલ્લાઓ માંથી ખેડૂતો ધાણા વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણાની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×