ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha : મજુરી કામના પૈસા માંગવા બાબતે લાંચનું છટકુ ગોઠવાયું, મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચની ધરપકડ

વડાલીના ધરોદના મહિલા સરપંચના પતિ અને ઉપ સરપંચ રૂ.16 હજારની લાંચ લેતા પકડાયા
06:02 PM Mar 14, 2025 IST | MIHIR PARMAR
વડાલીના ધરોદના મહિલા સરપંચના પતિ અને ઉપ સરપંચ રૂ.16 હજારની લાંચ લેતા પકડાયા
Husband and deputy sarpanch of female sarpanch caught taking bribe gujarat first

Bribery scam exposed : વડાલી તાલુકાના ધરોદ ગામમાં પોલીસે એક લાંચ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ધરોદ ગામના મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચે મજુરી કામના બીલના પૈસા આપવાની બાબતે કોન્ટ્રાકટર પાસેથી રૂ. 16 હજારની લાંચ માગી હતી. આ મામલે એક જાગૃત નાગરિક, જેમણે લાંચ ન આપવાનું નક્કી કર્યું હતું, તેમણે અરવલ્લી એસીબી (એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ)ના અધિકારીનો સંપર્ક કર્યો.

16 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

ત્યારબાદ એસીબીએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં ધરોદ પંચાયતના મહિલા સરપંચના પતિ અને અને ઉપસરપંચ રૂ.16 હજારની લાંચ લેતાં એસીબીના અધિકારીઓ સમક્ષ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ એસીબીએ તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શું છે મામલો

આ અંગેની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકે ધરોદ ગ્રામ પંચાયત તરફથી પાણીનો ટાંકો અને મજુર કલ્યાણ કેન્દ્રના મકાનનું બાંધકામ કરવા માટે મજુરી કામનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. જેમાં મટીરીયલ્સ આપનાર વેપારીના ખાતામાં પૈસા જમા કરાવવાના હતા. જયારે મજુરી, રેતી, કપચી, ઈંટોની રકમ આ જાગૃત નાગરિકને આપવાની હતી. પરંતુ ધરોદના મહિલા સરપંચના પતિ દશરથભાઈ હમીરભાઈ બામણીયા અને ઉપસરપંચ લક્ષ્મણભાઈ બધાભાઈ તરારે મજુરી કામના પાંચ ટકા લેખે રૂ.16 હજારની લાંચ માંગી હતી. જેમાં મહિલા સરપંચના પતિને રૂ.10 હજાર તથા ઉપસરપંચને રૂ.6 હજાર આપવાના થતા હતા. પરંતુ જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હતા.

આ પણ વાંચો :  VADODARA : હિટ એન્ડ રન કેસમાં આરોપીઓના રેપીડ ટેસ્ટમાં થયો મોટો ખુલાસો

એસીબીએ લાંચનું છટકુ ગોઠવ્યું

લાંચ ન આપવાનુ નક્કી કરી આ જાગૃત નાગરિકે અરવલ્લી એસીબીના પીઆઈ ટી.એમ.પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એસીબીએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેના ભાગરૂપે ગુરૂવારે મહિલા સરપંચના પતિ દશરથભાઈ હમીરભાઈ બામણીયા રૂ.16 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ એસીબી પોલીસે દશરથભાઈ બામણીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજે રાજ્યમાં ભ્રષ્ટાચાર ચરમ સીમાએ પહોંચ્યો છે. ત્યારે આ કિસ્સો એક મહત્વનો સંદેશ આપે છે કે, કેવી રીતે લાંચ અને ભ્રષ્ટાચારને દૂર કરવા માટે સામાન્ય નાગરિકની ભાગીદારી મહત્વપૂર્ણ છે. જો નાગરિકો આવા ભ્રષ્ટાચારી લોકો સામે અવાજ ઉઠાવશે, તો ભ્રષ્ટાચારને ખતમ કરી શકાશે. એસીબીની તપાસ અને ઝડપી કાર્યવાહી એ ભ્રષ્ટાચાર વિરૂદ્ધના સંઘર્ષને વધુ મજબૂત બનાવે છે. આ કેસ એક આગવું ઉદાહરણ છે કે, લાંચ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં સામાજિક સક્રિયતા અને સજાગ નાગરિકત્વ મહત્વપૂર્ણ છે.  '

આ પણ વાંચો :  Rajkot : 150 ફૂટ રિંગ રોડ પર આવેલી બિલ્ડિંગમાં આગ, 40 લોકો ફસાયા; રેસ્ક્યૂ ચાલુ

Tags :
ACBActionACBCrimeBusterBribeCaughtRedHandedBribeScamCorruptionExposedDharodBribeCaseEndCorruptionFightAgainstBriberyGujaratFirstMihirParmarSocialActivismVigilantCitizen
Next Article