I& B Ministry : મંજૂરી વિના 'પ્રેસ કાઉન્સિલ' અથવા 'પ્રેસ પરિષદ' શબ્દનો ઉપયોગ કરી શકાશે નહીં
- I& B Ministry :રાજ્યમાં મંડળ કે સંસ્થા દ્વારા કેન્દ્ર સરકારની મંજૂરી વિના 'પ્રેસ કાઉન્સિલ' અથવા 'પ્રેસ પરિષદ' શબ્દનો ઉપયોગ કરી શકાશે નહીં
- સંસ્થા કે વ્યક્તિ અધિકૃત મંજૂરી વગર આ શબ્દોનો ઉપયોગ કરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે
I& B Ministry :કેન્દ્ર સરકારની મંજૂરી વિના રાજ્યના મંડળો કે સંસ્થાઓ દ્વારા 'પ્રેસ કાઉન્સિલ' અથવા 'પ્રેસ પરિષદ' શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. જે સંસ્થા કે વ્યક્તિ અધિકૃત મંજૂરી વગર આ શબ્દોનો ઉપયોગ કરશે તો તેને તાત્કાલિક અસરથી બંધ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ માહિતી અને પ્રસારણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સંબંધિત સત્તાધિકારીએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે કોઈ સ્થાનિક, સરકારી મંડળ કે સંસ્થાના શિર્ષકમાં પ્રેસ કાઉન્સિલ' અથવા 'પ્રેસ પરિષદ' શબ્દથી નોંધણી કરવામાં ન આવે તેની ખાસ તકેદારી રાખવી અને જો આવી બાબત ધ્યાનમાં આવે તો તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેનું ધ્યાન રાખવા પણ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એ ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયની એક સ્વાયત્ત સંસ્થા છે, જેની સ્થાપના 'ધ પ્રેસ કાઉન્સિલ એક્ટ, ૧૯૭૮' હેઠળ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ અખબારી સ્વાતંત્ર્યની જાળવણી અને દેશના વર્તમાનપત્રો અને સમાચાર સંસ્થાઓના માપદંડ જાળવવા અને તેનું સંવર્ધન કરવાનો છે.
આ પણ વાંચો :Gujarat Vidhansabha : ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાન અને ભારતીય સેનાને અભિનંદન


