Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IDAR : વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઈડરમાં 100 થી વધુ સીસી ટીવી કેમેરા લગાવશે

IDAR : રાજયના પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે વિશ્વાસ પ્રોજેકટ અમલી બનાવાયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ-ર ના ભાગરૂપે ઈડર શહેરમાં 100 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પીઆઈના હસ્તે તાજેતરમાં શરૂ...
idar   વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઈડરમાં 100 થી વધુ સીસી ટીવી કેમેરા લગાવશે
Advertisement

IDAR : રાજયના પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે વિશ્વાસ પ્રોજેકટ અમલી બનાવાયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ-ર ના ભાગરૂપે ઈડર શહેરમાં 100 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પીઆઈના હસ્તે તાજેતરમાં શરૂ કરાઈ છે.

Advertisement

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઈડર ( IDAR )  શહેરમાં થઈને અંબાજી, અમદાવાદ, મહેસાણા અને શામળાજી તરફ જવાના રસ્તાઓ છે ત્યારે ઘણી વખત અસામાજીક તત્વો ચોરી અથવા તો અન્ય ઘટનાઓને અંજામ આપીને છટકી જાય છે પોલીસ ફરીયાદ નોંધાયા બાદ કેટલીક ઘટનાઓમાં પોલીસને સુરાગ ન મળતા હોવાને કારણે આવા ગુનાઓ વણ ઉકલ્યા રહે છે.

Advertisement

IDAR માં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા માટે સીસીટીવી કેમેરા ખુબજ મદદરૂપ બનશે

દરમ્યાન જિલ્લા પોલીસવડા વિજય પટેલના પ્રયાસોથી ઈડરમાં ( IDAR )  ૧૦૦ થી વધુ સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કરાયો છે ત્યારે ઈડરના પીઆઈ પી.એમ.ચૌધરીના હસ્તે બે દિવસ અગાઉ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. જેથી હવે પછી વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા માટે સીસીટીવી કેમેરા ખુબજ મદદરૂપ બનશે.

અહેવાલ : યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : PANCHMAHAL : લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન પત્ર ભર્યું

આ પણ વાંચો : સ્મશાનમાં હશે વરરાજાનો ઉતારો, ભૂત-પ્રેતનું નીકળશે સરઘસ, યુગલ ફરશે ઉંધા ફેરા! જાણો આ અનોખા લગ્ન વિશે

આ પણ વાંચો : Surat news: મંદિરમાં બળાત્કાર ગુજારનાર ની પત્ની પણ પોલીસના સકંજામાં, પડાવ્યા હતા લાખો રૂપિયા

Tags :
Advertisement

.

×