Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Idar:રાવોલ ગામમાં તાંત્રિક વિધી કરીને પૈસા પડાવતા સરપંચને પદ પરથી હટાવાયો,પોલીસે કરી ધરપકડ

Idar માં રાવોલ ગામના સરપંચ અને ભૂવાને જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ પદેથી હટાવી દીધા, તાંત્રિક વિધિ કરીને લોકોને ઠગતો હતો
idar રાવોલ ગામમાં તાંત્રિક વિધી કરીને પૈસા પડાવતા સરપંચને પદ પરથી હટાવાયો પોલીસે કરી ધરપકડ
Advertisement
  • Idar ના રાવોલ ગામના સરપંચને હોદ્દા પરથી દુર કરાયો
  • જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હટાવવાનો આપ્યો આદેશ
  • તાંત્રિક વિધિ કરનાર સરપંચ લોકો સાથે કરતો હતો છેતરપિંડી

સાબરકાંઠા જિલ્લાના Idar ના  થોડાક મહિના અગાઉ ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણીની સાથે સરપંચની ચૂંટણી પણ યોજાઈ હતી ત્યારે તેમાં ઈડર તાલુકાના રાવોલ ગામના અલ્પેશભાઈ સોમાભાઈ ઠાકોર સરપંચ તરીકે ચૂંટાયેલા એવા ગામના આ પ્રથમ નાગરિક તાંત્રિક વિધીનો જાણકાર હોવાથી અવારનવાર લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયાના ડબલ કરવાની લાલચ આપી સ્મશાનમાં જઈ વિધી કરાવી લાખો રૂપિયાની છેતરપીંડી કરતી હોવાની ઘટના ચૂંટણી બાદ બની હોવાને લઈને તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારીને રાવોલના આ તાંત્રિક અને સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો આદેશ કર્યો છે ત્યારે હવે કદાચ આગામી સમયમાં રાવોલમાં સરપંચની ફરીથી ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે.

Idar રાવોલ ગામમાં તાંત્રિક વિધી કરનાર સરપંચને પદ પરથી હટાવાયો

આ અંગેની વિગત એવી છે કે રાવોલ ગામના સરપંચ તરીકે ચૂંટાયેલા અલ્પેશભાઈ સોમાભાઈ ઠાકોર વિજયી બન્યા બાદ તેઓએ પોતાની તાંત્રિક વિધીને છોડવાને બદલે સ્મશાનમાં વિધી કરાવવાના બહાને વર્ષ ૨૦૨૧માં વડાલીના એક યુવક સાથે તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં સરપંચ સહિત અન્ય બે જણા વિરૂધ્ધ નોંધાવવા પામી હતી. દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સમક્ષ સંલગ્ન વિભાગના અધિકારીઓએ રાવોલના આ સરપંચના કરતુતો અંગે લેખિતમાં જાણ કરાયા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ તાજેતરમાં સરંપચ અલ્પેશભાઈ ઠાકોરને હોદ્દા પરથી દુર કરવાનો આદેશ કર્યો છે.

Advertisement

Advertisement

Idar રાવોલ ના સરપંચ સામે નોંધાઇ ફરિયાદ

ઉલ્લેખનીય છે કે રાવોલના સરપંચ અને તાંત્રિક વિધીના જાણકાર અલ્પેશ ઠાકોર, ઈડર તાલુકાના ગોલવાડાના જીતુભાઈ ભીખાભાઈ ઠાકોર તેમજ ખેડબ્રહ્મા તાલુકાના પાદરડી ગામના નરસિંહભાઈ હીરાભાઈ ઠાકોર વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં થોડાક સમય અગાઉ ફરીયાદ વડાલીના રાજેન્દ્રભાઈ સગરે નોંધાવી હતી રાવોલ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં અલ્પેશભાઈ સોમાભાઈ ઠાકોરે સરપંચ પદે ફોર્મભર્યું હતું અને વિજયી થયા પણ હતા. તેમ છતાં તેમણે તાંત્રિક વિધી કરવાનું ચાલુ રાખ્યું હતુ. આમ આખરે તેમના કરતુતોનો પર્દાફાશ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સરપંચ પદેથી દુર કરી દીધા છે. વડાલીના રાજેન્દ્રભાઈએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ બાદ રાવોલના સરપંચને ગત તા. ૪ જુલાઈ થી ૧૬ જુલાઈ ૨૦૨૫ પોલીસ કસ્ટડી રહેવું પડયું હતુ. જે આધારે જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૯ મુજબ આ ગુનો નૈતિકતા અને નૈતિક અધપતન ગુનો ગણી તથા પોલીસ ફરિયાદ થઈ હોવાના કારણે રાવોલના સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો આદેશ કર્યો છે.

 અહેવાલ - યશ ઉપાધ્યાય ,સાબરકાંઠા

આ પણ વાંચો:    સુરતમાં 32 કરોડના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો, ફરિયાદી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ!

Tags :
Advertisement

.

×