Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

idar : પતિના નિધનના એક કલાકમાં પત્નીએ પણ છોડ્યો જીવ, એકસાથે ઉઠી બંનેની અર્થી

idar (સાબરકાંઠા) : સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાનપુર ગામે આજે એક એવી હૃદયદ્રાવક ઘટના બની કે જે સાંભળીને ગામના દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. પતિ-પત્નીનો પ્રેમ અને વિરહનો એક અદ્વિતીય દાખલો આજે લોકોની સામે આવ્યો છે. કાનપુર ગામની સવાર હજી પોતાની પહેલી લાલિમા ફેલાવતી હતી, ત્યાં જ મણિભાઈ નાથાભાઈ પટેલના આંગણે ચૂલાનો ધુમાડો નહીં, પણ રડવાનો અવાજ ઊઠ્યો. નવ્વાણું વર્ષનો મણિભાઈ રાત્રે ઊંઘમાં જ શાંત થઈ ગયા હતા.
idar   પતિના નિધનના એક કલાકમાં પત્નીએ પણ છોડ્યો જીવ  એકસાથે ઉઠી બંનેની અર્થી
Advertisement
  • idar :  સાથે જીવીશું, સાથે મરીશું, પતિના મોતના એક કલાકમાં પત્નીએ પણ ત્યાગ્યો દેહ
  • ઈડરના કાનપુર ગામે એક પ્રેમકથાનો અંત : પતિ-પત્નીની એકસાથે અર્થી, ગામમાં શોકની લાગણી
  • પતિ ગયા પછી પત્ની પણ ન રહી : એક કલાકમાં બે મોત, પ્રેમ અને વિરહની સાચી કથા
  • સાબરકાંઠાના કાનપુરમાં દિલ ધ્રૂજાવી દે તેવી ઘટના : પતિ-પત્નીનો એકસાથે અંતિમ સફર
  • 50 વર્ષના સાથનો અંત : પતિના નિધનના આઘાતમાં પત્નીએ પણ છોડ્યો જીવ

idar (સાબરકાંઠા) : સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાનપુર ગામે આજે એક એવી હૃદયદ્રાવક ઘટના બની કે જે સાંભળીને ગામના દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. પતિ-પત્નીનો પ્રેમ અને વિરહનો એક અદ્વિતીય દાખલો આજે લોકોની સામે આવ્યો છે.

કાનપુર ગામની સવાર હજી પોતાની પહેલી લાલિમા ફેલાવતી હતી, ત્યાં જ મણિભાઈ નાથાભાઈ પટેલના આંગણે ચૂલાનો ધુમાડો નહીં, પણ રડવાનો અવાજ ઊઠ્યો. નવ્વાણું વર્ષનો મણિભાઈ રાત્રે ઊંઘમાં જ શાંત થઈ ગયા હતા. ઘરની દીવાલો પર લટકતી તેમની ને તેમની પત્ની શાંતાબેનની લગ્નની ફોટોગ્રાફમાં એ જ સ્મિત હજી પણ હતું, જે 1959માં લીધેલી હતી. એ સ્મિત આજે પણ ગામના લોકોને કહેતું હતું કે આ બે જીવ ક્યારેય એકબીજાથી અલગ થયા નહોતા.

Advertisement

શાંતાબેન સવારે ચાર વાગ્યે જ ઊઠી ગયાં. તેમણે ચૂલો સળગાવ્યો, ચા ચઢાવી, પછી પોતાના જીવનસાથીને ઊંઘમાંથી ઊઠાડવા ખભ્વે હાથ મૂક્યો. હાથ ઠંડો લાગ્યો. એક વાર, બીજી વાર, ત્રીજી વાર બોલાવ્યું, “એ મણી… ચા તૈયાર છે…” પણ જવાબ ન આવ્યો. શાંતાબેનનો હાથ ધ્રૂજવા લાગ્યો. તેમણે મણિભાઈની છાતી પર કાન મૂક્યું. ધડકન બંધ હતી. એક જ પળમાં એમની દુનિયા ખાલી થઈ ગઈ.

Advertisement

ઘરના સભ્યોને જગાડ્યા, કોઈએ ડોક્ટરને ફોન કર્યો. પરંતુ શાંતા બેનને ખ્યાલ આવી ગયો કે તેમનો સાથીદાર તેમને છોડીને ચાલ્યો ગયો છે, તેથી તેઓ ચૂપચાપ એક ખૂણે બેસી ગયાં. તેમની આંખોમાં આંસુ નહોતા, ફક્ત એક અજીબ શાંતિ હતી. ઘરના આંગણે મણિભાઈનો મૃતદેહ મૂકાયો, ચહેરા પર એ જ સ્મિત હતું. શાંતાબેન ધીમે પગલે નજીક આવ્યાં, માથા પર હાથ ફેરવ્યો અને ધીમેથી બોલ્યાં, “હવે તારી વિના મારા હાથની પહેલી ચા કોણ પીશે?”

એક કલાક પછી જ્યારે ગામના લોકો અંતિમ વિધિની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક શાંતાબેન પણ જમીન પર ઢળી પડ્યા. ઘરના લોકોએ તરત જ ગામમાંથી ડોક્ટરને તેડાવ્યો. ડોક્ટરે આવીને નાડી તપાસી અને કહ્યું, “હાર્ટ એટેક... એ પણ એમની સાથે જ ગયાં.”

ગામના લોકો સ્તબ્ધ થઈ ગયા. એક જ આંગણે બે અર્થી તૈયાર થઈ. બંનેના ચહેરા પર એક જ શાંતિ હતી. લોકો કહેતા હતા, “આ તો સાચું જોડું હતું. સાઠ વર્ષથી વધુ સાથે રહ્ય એકબીજા વિના એક પળ પણ ન રહી શક્યા.” અંતિમ યાત્રામાં ગામનું દરેક ઘર ખાલી થઈ ગયું. બે ખભા એકસાથે ઊઠ્યા. શ્મશાનના રસ્તે લોકો ગીત નહીં, પણ એક જ વાત કહેતા હતા કે “આજે કુદરતે પણ સ્વીકારી લીધું કે કેટલાક સાથ મૃત્યુ પછી પણ તૂટતા નથી.”

આ પણ વાંચો- “ખેડૂતોને પડીકું, બિહારમાં 10 હજાર” : Amit Chavda એ ભાજપ સરકાર પર કર્યા સીધા પ્રહાર

Tags :
Advertisement

.

×