Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભુજ તાલુકાના કુકમા અને નારણપર ગામના ગેરકાયેદસર દબાણો તોડી પાડવામાં આવ્યા

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ  ભુજ તાલુકાના કુકમા તથા નારણપર (રાવરી) ગામે જાહેરમાર્ગથી તદ્દન નજીક ખૂબ જ મોકાની જગ્યાએ સરકારી જમીન પર અલગ અલગ કુલ છ ઈસમો દ્વારા ગેરકાયદેસર વાણિજ્યિક દબાણ કરવામાં આવ્યું હતું. આ ઈસમોને વહીવટીતંત્ર દ્વારા ધોરણસર જમીન મહેસૂલ...
ભુજ તાલુકાના કુકમા અને નારણપર ગામના ગેરકાયેદસર દબાણો તોડી પાડવામાં આવ્યા
Advertisement

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 

ભુજ તાલુકાના કુકમા તથા નારણપર (રાવરી) ગામે જાહેરમાર્ગથી તદ્દન નજીક ખૂબ જ મોકાની જગ્યાએ સરકારી જમીન પર અલગ અલગ કુલ છ ઈસમો દ્વારા ગેરકાયદેસર વાણિજ્યિક દબાણ કરવામાં આવ્યું હતું. આ ઈસમોને વહીવટીતંત્ર દ્વારા ધોરણસર જમીન મહેસૂલ કાયદા હેઠળ નોટીસ આપવામાં આવેલી હતી. તેમ છતાં આ ઈસમો દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું.જેથી ક્લેક્ટરશ્રી-કચ્છની સૂચના મુજબ નાયબ ક્લેક્ટરશ્રી-ભુજના માર્ગદર્શન હેઠળ મામલતદાર-ભુજ(ગ્રામ્ય) તથા તેમની ટીમ દ્વારા આ દબાણો તોડી પાડવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

આ માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) તથા પીજીવીસીએલનો સહયોગ લેવામાં આવ્યો હતો. કુકમા ખાતે પધ્ધર પોલીસ તથા નારણપર(રાવરી) ખાતે માનકુવા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં આવી હતી.

સ્થાનિક કક્ષાએ કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામેલ નથી. આ દબાણો પૈકી કુકમા ખાતે એક ફ્રૂટ માર્કેટ અને અન્ય બે દબાણો મળી કુલ ચો.મી. ૫૬૭૧ તથા નારણપર (રાવરી) ખાતે ત્રણ હોટેલો એમ ત્રણ મળી કુલ ચો.મી. ૧૫૩૦ સરકારી જમીન ઉપર કરવામાં આવેલા હતા. જેને દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત આશરે રૂ. ૧.૨૫ કરોડ જેટલી થાય છે.

ભુજ તાલુકાની જાહેર જનતાને સરકારી જમીનો પર દબાણ ન કરવા તથા જો સરકારી જમીન પર દબાણ કર્યું હોય તો તાત્કાલિક કબ્જો છોડી દેવા જાહેર અપીલ વી.એચ.બારહટ, મામલતદારશ્રી ભુજ ગ્રામ્ય દ્વારા કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×