Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાબરકાંઠામાં 99 લાખનો દારૂ જપ્ત, બુલડોઝરથી કરાયો નાશ

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનોની હદમાં ગેરકાયદે દારૂની હેરાફેરીના 220 ગુનાઓમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી.
સાબરકાંઠામાં 99 લાખનો દારૂ જપ્ત  બુલડોઝરથી કરાયો નાશ
Advertisement
  • સાબરકાંઠામાં 99 લાખનો દારૂ જપ્ત, બુલડોઝરથી નાશ
  • હિંમતનગર પોલીસની મોટી કાર્યવાહી: 47,643 બોટલ દારૂ નષ્ટ
  • વિરપુરમાં 99 લાખનો વિદેશી દારૂ તોડી નાશ
  • સાબરકાંઠા: ગેરકાયદે દારૂ પર પોલીસે બુલડોઝર ચલાવ્યો
  • 47 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત, હિંમતનગરમાં મોટું ઓપરેશન
  • ગેરકાયદે દારૂની હેરાફેરી સામે સાબરકાંઠા પોલીસનું કડક વલણ
  • 99 લાખના દારૂનો નાશ: સાબરકાંઠા પોલીસની મોટી કાર્યવાહી

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનોની હદમાં ગેરકાયદે દારૂની હેરાફેરીના 220 ગુનાઓમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન અંદાજે 99 લાખ રૂપિયાની કિંમતના 47,643 બોટલ વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. આ જથ્થાને સખત બંદોબસ્તમાં વિવિધ સ્થળોએ સુરક્ષિત રાખ્યા બાદ તેનો નિકાલ કરવાનો નિર્ણય લેવાયો. ગુરુવારે હિંમતનગર-ઈડર રોડ પર વિરપુર ગામની સીમમાં આ દારૂનો જથ્થો લાવવામાં આવ્યો અને અધિકારીઓની હાજરીમાં તેનો નાશ કરાયો.

Advertisement

ઝડપાયેલા દારૂની વિગતો

હિંમતનગર એ-ડિવિઝનમાં 105 ગુનાઓમાં 61,11,750 રૂપિયાની કિંમતની 25,409 બોટલ જપ્ત થઈ હતી. બી-ડિવિઝનમાં 30 ગુનાઓમાં 4,11,962 રૂપિયાની 2,164 બોટલ પકડાઈ. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં 16 ગુનાઓમાં 12,29,128 રૂપિયાની 4,748 બોટલ જપ્ત થઈ, જ્યારે ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં 74 ગુનાઓમાં 27,44,465 રૂપિયાની 18,002 બોટલ મળી આવી. આ રીતે કુલ 47,643 બોટલનો જથ્થો જપ્ત કરાયો હતો.

Advertisement

નાશ કરવાની પ્રક્રિયા

વિરપુર ગામની સીમમાં આ જથ્થાને નાશ કરવા માટે ડીવાયએસપી એ.કે. પટેલ, પીઆઈ આર.ટી. ઉદાવત, પીએસઆઈ એ.બી. શાહ, એચ.આર. હેરભા અને પ્રાંત અધિકારી હાજર રહ્યા. બુલડોઝરની મદદથી દારૂની બોટલોને તોડી નાશ કરવામાં આવ્યો. આ પછી દુર્ગંધ ફેલાતી અટકાવવા ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવાયો. આ કાર્યવાહીથી ગેરકાયદે દારૂની હેરાફેરી સામે પોલીસની સજાગતા અને કડક વલણ સ્પષ્ટ થાય છે. 99 લાખની કિંમતના આ જથ્થાને નાશ કરીને કાયદાનું પાલન સુનિશ્ચિત કરાયું હતું.

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો :   VADODARA : પાંચ પોલીસ મથકમાં પકડાયેલા પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ

Tags :
Advertisement

.

×