ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal ના ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાના મુદ્દે ગ્રામજનોની મહત્વની બેઠક,આંદોલનની ચીમકી

Gondal ના ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરાઇ છે તંત્રના આંખ આડા કાન કરતા હવે ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
10:23 PM Sep 10, 2025 IST | Mustak Malek
Gondal ના ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરાઇ છે તંત્રના આંખ આડા કાન કરતા હવે ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
Gondal.....................................

ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલા ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગ તંત્ર પાસે રજૂઆત કરવા છતાં નિરસતા દાખવાતી હોય આખરે ચોરડી નાં ગ્રામજનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવી તા.10 નાં રસ્તારોકો આંદોલન સાથે ચક્કાજામનું એલાન કરાતાં આજે ગ્રામ પંચાયત સંચાલિત એચ.ડી.ગારડી હાઈસ્કૂલના ચાલુ શિક્ષણકાર્ય દરમિયાન મોટીસંખ્યામાં ગ્રામજનો ઉમટી પડતાં તંત્ર તેમજ પોલીસ હરકતમાં આવી ચોરડી ગામે દોડી આવ્યા હતાં

Gondal ના ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાની ગ્રામજનોની  માંગ

ચોરડીનાં સરપંચ આશાબા રાજેન્દ્રસિંહ ઝાલાની આગેવાની હેઠળ ચોરડી ગ્રામજનો તેમજ પંચાયતના સદસ્યો સહિતના મોટીસંખ્યામાં લોકો ઉમટી પડતાં પોલીસ તંત્ર સાબદું બન્યું હતું ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર હાલ સિક્સલેન નું કામ ચાલુ છે.ત્યારે નેશનલ હાઇવે પર આવતા ગામડા પર ઠેરઠેર ઓવરબ્રિજ બની રહ્યા છે.પરંતુ કોઈ કારણ વગર ચોરડી ને બાકાત રખાયુ છે.ચોરડીનો વળાંક અકસ્માત ઝોન ગણાય છે.ઓવરબ્રિજ ની તાતી જરૂરિયાત વચ્ચે ચોરડીનાં ગ્રામજનો દ્વારા તંત્રને અવારનવાર રજુઆતો કરાઇ છે.છતા યોગ્ય નિર્ણય લેવાતો ના હોય તાજેતર માં મળેલી ગ્રામસભા માં ઓવરબ્રિજ નાં મુદ્દે આંદોલનનો નિર્ણય લેવાયો હતો અને તા.10 બુધવાર નાં સવારે સાડા દસ કલાકે ચોરડીપરા વિસ્તારમાં જવાના ફાટક પાસે નેશનલ હાઇવે પર રસ્તા રોકો આંદોલન સાથે લડત શરૂ કરી.ગ્રામ્યજનો ચક્કાજામ કરશે.તેવુ તંત્રને અલ્ટીમેન્ટ આપવામાં આવ્યું હતું જેમને કારણે આજે એચ.ડી.ગારડી હાઈસ્કૂલના પટાંગણમાં ગ્રામજનો ચક્કાજામના મુદ્દે એકઠાં થતાં પોલીસ કાફલો ચોરડી ગામે દોડી જઇ આગેવાનો સાથે ચર્ચા કરી સ્વયંમ રાખવા અપીલ કરી હતી.

Gondal ના ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવા અંગે કરાઇ ખાસ બેઠક

રાજકોટ થી જેતપુર વચ્ચે અનેક ઓવરબ્રિજ બની રહ્યા છે. પરંતુ અકસ્માત માટે કુખ્યાત ગણાતા ચોરડી નજીક ઓવરબ્રિજ નહી બનતા આશ્ર્ચર્ય સર્જાયુ છે.હવે ગ્રામ્યજનો એ આંદોલનના માર્ગનુ રણશીંગુ ફુંકાતા નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારીઓ તેમજ ગોંડલ મામલતદાર સહિતના દોડી આવી ઓવરબ્રિજ મુદ્દે સમજ આપતાં મહિલાઓમાં રોષ ભભુકી ઉઠયો હતો અકસ્માત ઝોન તરીકે ઓળખ પામેલ રોડ ઉપર અસંખ્ય લોકોનાં પરિવાર માળો વિખેરાઈ ગયા છે જેમનો રોષ પારખી અધિકારીઓએ પી.યુ.પી.ની ઉંચાઈ વધારી શકાય તે માટે સર્વે કરવા જણાવતાં ગ્રામજનો ટસનામસ થયાં ન હતાં આખરે ફરી સર્વે કરી ઓવરબ્રિજ તરફ કાર્યવાહી કરીશું તેવાં આશ્ર્વશન આપતાં હાલ ચક્કાજામનો કાર્યક્રમ મોકૂફ રાખી રજૂઆત દોર આગળ ધપાવવા એકઠી થયેલી જનમેદનીને સમજ આપી હતી

ચોરડી ગામના સરપંચના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ ઝાલા હરિચંદ્રસિંહ ઝાલા દિવ્યરાજસિંહ ઝાલા હર્ષદસિંહ ઝાલા સહિતનાએ ઓવરબ્રિજ નહીં ત્યાં સુધી નેશનલ હાઇવે ઓથોરિટીને ચોરડી ગામે કામગીરી નહીં કરવા દેવામાં આવે તેવો પડકાર ફેંકવામાં આવ્યો હતો આગામી સમયમાં GIDC ડેવલપમેન્ટથી ટ્રાફિક સમસ્યા વધું વકરે તેવી દહેશત પણ વ્યકત કરવામાં આવી હતી.

અહેવાલ: વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો:   Chaitar Vasava : MLA ચૈતર વસાવાને ફરી જવું પડશે જેલમાં! જાણો શું છે કારણ ?

Tags :
Chordi accident zoneChordi overbridge demand roadChordi village chakka jam for overbridgeChordi village protest Gondal Jetpur National Highway 2025Gujarat First
Next Article