Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રેમ સંબંધમાં પતિએ જ પત્નીની હત્યા કરી લૂંટનું તરકટ ઉભુ કર્યું હોવાનો ઘટસ્ફોટ 

અહેવાલ---સાબીર ભાભોર, દાહોદ ઝાલોદના મોટી મહુડી ખાતે થયેલ લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમ સબંધમાં પતિ એ જ પત્નીની હત્યા કરી લૂંટનું તરકટ ઉભુ કર્યુ હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે. લૂંટ વીથ મર્ડરનો બનાવ  બે દિવસ પહેલા...
પ્રેમ સંબંધમાં પતિએ જ પત્નીની હત્યા કરી લૂંટનું તરકટ ઉભુ કર્યું હોવાનો ઘટસ્ફોટ 
Advertisement
અહેવાલ---સાબીર ભાભોર, દાહોદ
ઝાલોદના મોટી મહુડી ખાતે થયેલ લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમ સબંધમાં પતિ એ જ પત્નીની હત્યા કરી લૂંટનું તરકટ ઉભુ કર્યુ હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે.
લૂંટ વીથ મર્ડરનો બનાવ 
બે દિવસ પહેલા ઝાલોદ તાલુકાના મોટીમહુડી ખાતે રાત્રિના સમયે બાઈક ઉપર જઈ રહેલા દંપતિ ને માર મારી લૂંટ ચલાવવામાં આવી હતી જેમાં પત્નીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી હતી.ઘટનામાં એલસીબી સહિતની પોલીસ ટીમો એ તપાસ નો ધમધમાટ શરૂ કરતાં ફરિયાદી જ આરોપી હોવાનું સામે આવ્યું હતું.  પોતાના પ્રેમ સબંધ બચાવવા માટે પત્નિની ગળુ દબાવી હત્યા કરી નાખી લૂંટ વિથ મર્ડરની સ્ટોરી ઉપજાવી કાઢી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રેમ સંબંધમાં પત્નીનું ગળુ દબાવી હત્યા કરી હતી
 ઝાલોદ તાલુકાના ધોળાખાખરા ગામના શૈલેષ ડામોરને પોતાના જ ગામની રસીકા નામની મહિલા સાથે પ્રેમ સબંધ હતા. પોતાના પતિના પ્રેમસંબંધની જાણ પત્નીને થતા બન્ને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી અને પ્રેમિકા શૈલેષ સાથે જ રહેવા માંગતી હતી જેથી પ્રેમસંબંધમાં કાંટારૂપ પત્નિની હત્યા કરવાનુ આયોજન કરી બનાવના દિવસે આરોપી શૈલેષ પોતાની પત્નીને બાઈક ઉપર લઇ પોતાના સાઢુને ત્યાં તેમજ અન્ય સબંધીઓને ત્યાં લઈ ગયો હતો અને મોડી રાતે પોતાના ઘરે પરત જતી વખતે મોટીમહુડી ખાતે સુમસાન જગ્યામાં બાઈક સાથે ગટરમાં પાડી દીધી હતી ત્યારબાદ ગળુ દબાવી હત્યા કરી નાખી અને તેના શરીર ઉપરના ચાંદીના દાગીના ઉતારી લીધા તેમજ પોતાના કાનમાં પહેરેલ કડીઓ પણ ખેંચી લીધી અને નજીક ની ઝાડીઓમાં છુપાવી દીધા બાદ પોતાના ભાઈને ફોન કરી પોતાને અને પત્નીને લૂંટારાઓ માર મારી લૂંટ ચલાવી હોવાની જાણ કરી હતી અને પરીવારજનો આવતા પોતે બેભાન હોવાનું નાટક કર્યુ હતુ.
પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો 
જેથી તેને સારવાર હેઠળ ખસેડી ડોગ સ્કવોડ, એલસીબી તેમજ એસ પી સહીતની પોલીસ ટીમો એ ઘટના સ્થળે તપાસ કરતા ડોગ સ્કવોડની ટીમે નજીકમાંથી દાગીના શોધી કાઢ્યા હતા અને આરોપી શૈલેષને ખાસ ઈજાઓ નહોતી જેથી સમગ્ર ઘટના શંકાસ્પદ લાગી હતી તેથી પોલીસને ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી શૈલેષના પ્રેમસંબંધ વિશે જાણ થઈ હતી તેમજ શૈલેષ ભાનમાં આવતા સઘન પૂછપરછમાં પોતે જ હત્યા કરી લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે શૈલેષ તેમજ પ્રેમિકા રસિકા બન્નેની ધરપકડ કરી હતી.
Tags :
Advertisement

.

×