Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં મકરબા કોર્પોરેટ રોડ પાસે ધડ વગરનો યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

અમદાવાદ શહેરના મકરબા કોર્પોરેટ રોડ પાસેથી ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વેજલપુરના ગ્રીન એકર બિલ્ડીંગ પાસે ધડ વગરનો એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ગ્રીન એકર બિલ્ડિંગ પાસે માથું અને શરીરનો ભાગ...
અમદાવાદમાં મકરબા કોર્પોરેટ રોડ પાસે ધડ વગરનો યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર
Advertisement

અમદાવાદ શહેરના મકરબા કોર્પોરેટ રોડ પાસેથી ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વેજલપુરના ગ્રીન એકર બિલ્ડીંગ પાસે ધડ વગરનો એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ગ્રીન એકર બિલ્ડિંગ પાસે માથું અને શરીરનો ભાગ અલગ કપાયેલી હાલતમાં મળી આવ્યા છે.

આનંદનગર વિસ્તારમાંથી વહેલી સવારે સ્થાનિકો દ્વારા પોલીસને ફોન કરીને આઅ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. હંસ રેસિડેન્સી નજીક એક ખુલ્લા પાર્ટી પ્લોટમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં પ્લોટમાં અવાવરું જગ્યાએ યુવકનો મૃતદેહ પડ્યો હતો.

Advertisement

સમગ્ર ઘટનાની જાણ આનંદનગર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ત્યાં ઘટના સ્થળ પર પહોંચીને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઈ હોય તેવું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. FSLની ટીમ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આઅ મૃતદેહ અંદાજિત 15 દિવસ પહેલાનો છે.

Advertisement

આનંદનગર પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં સ્થળ પર જઈને પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર આઆ અવવારું ખુલ્લા પાર્ટી પ્લોટમાં અજાણ ઇસમો ફેંકી ગયા હોય શકે છે. જે બાદ હવે પોલીસ દ્વારા આઅ મૃતદેહને ફેંકી જનારા ઇસમોને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય દિશામાં તપાસ કરવા માટે અલગ અલગ ટીમને કામ સોંપી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદમાં સતત વધી રહ્યું છે હવાનું પ્રદુષણ, આ વિસ્તારનો AQI 300 પર પહોંચ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×