Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : પ્રેમીએ આપ્યો દગો અને સગીરા ધકેલાઇ ગઇ....

Dahod : દાહોદ (Dahod) માં ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં જીઆરડી જવાન યુવકે પોતાની સગીરવયની પ્રેમીકાને ઘર છોડવા મજબૂર કર્યા બાદ તેને એકલી છોડી દેતાં સગીરા દેહવ્યાપારમાં ધકેલાઇ ગઇ હતી. જો કે પોલીસે આ સગીરાને શોધીને તેના પરિવારને સોંપી...
dahod   પ્રેમીએ આપ્યો દગો અને સગીરા ધકેલાઇ ગઇ
Advertisement

Dahod : દાહોદ (Dahod) માં ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં જીઆરડી જવાન યુવકે પોતાની સગીરવયની પ્રેમીકાને ઘર છોડવા મજબૂર કર્યા બાદ તેને એકલી છોડી દેતાં સગીરા દેહવ્યાપારમાં ધકેલાઇ ગઇ હતી. જો કે પોલીસે આ સગીરાને શોધીને તેના પરિવારને સોંપી છે. સગીરા પ્રેમીના વિશ્વાસઘાતનો ભોગ બની હતી.

બદમાશ ટોળકીએ સગીરાને વારાણસી ખાતે વેશ્યાવૃતિમાં ધકેલી

મળતી માહિતી મુજબ 2022 માં પ્રેમીના ભરોસે ઘર છોડી જવા તૈયાર થયેલી સગીરાને બસ માં બેસાડયા બાદ જીઆરડી જવાન પ્રેમી સુરત ગયો ન હતો અને અને સગીરાની એકલતાનો લાભ લઈ બદમાશ ટોળકીએ સગીરાને વારાણસી ખાતે વેશ્યાવૃતિમાં ધકેલી દીધી હતી.

Advertisement

Advertisement

સગીરાને સુરતની બસમાં બેસાડી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ મથકે જીઆરડી તરીકે ફરજ બજાવતા લીલેશ ચરપોટ નામના યુવકે 12 વર્ષીય કિશોરી ને ફોસલાવી પ્રેમ સંબંધ રાખ્યો હતો અને ત્યારબાદ તેને ઘર છોડી ભાગી જવા માટે તૈયાર કરી હતી. તે સગીરાને ડિસેમ્બર 2022 માં બાઈક ઉપર બેસાડી લીમખેડા લઇ ગયો હતો જ્યાં સગીરાને સુરતની બસ માં બેસાડી કહ્યું કે હું બીજી વ્યવસ્થા કરીને પાછળ થી સુરત આવું છું કહી સગીરાને સુરત મોકલી હતી પણ તે સુરત ગયો ન હતો.

સગીરાને વારાણસી લઇ જવાઇ

સુરતના બસ સ્ટેશન માં સગીરા ની એકલતા નો લાભ લઈ રાહુલ ઉર્ફે સત્યમસિંહ નામનો યુવકે સગીરાને ફોસલાવી પટાવી નજીકની હોટલ માં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેણે પણ સગીરાને તરછોડી દીધીહતી. સુરત રેલવે સ્ટેશન ઉપર એકલી સગીરાને જોઈ આનંદસિંહ ઠાકુર અને તેની સાથે લીવ ઈનમાં રહેતી પુજા ઉર્ફે સારીયા પઠાણ નામની યુવતી એમ બંને જણા સગીરાને પોતાની સાથે એમના ઘરે લઈ ગયા હતા . ચાર પાંચ દિવસ રાખ્યા પછી બંને જણા વારાણસી લઈ જઈ તેને દેહ વ્યાપારના ધંધા માં ધકેલી દીધી હતી.

અન્ય યુવતીને સોંપી દેવાઇ

થોડા મહિના તેની પાસે દેહવ્યાપાર કરાવી વિરેન્દ્ર સિંઘ નામના શખ્સને સગીરા સોંપી દીધી હતી. વિરેન્દ્ર્સિંહ તેની પરિચિત આકાંક્ષા ઉર્ફે શબનમ નામ ની યુવતીને સગીરાને સોંપી હતી જે યુવતી બ્યુટી પાર્લરની આડમાં વારાણસી ખાતે દેહવ્યાપારનો ધંધો ચલાવતી હતી.

સગીરા મળી આવી

દરમિયાન સગીરા ને શોધવા માટે 2022 થી દાહોદ પોલીસ ની અલગ અલગ ટીમો એ દાહોદ થી સુરત અને મુંબઈ સુધીના સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસની સાથે બાતમીદારો દ્રારા શોધખોળ કરી રહી હતી ત્યારે સગીરા તેની ફોઈના ઘરે હોવાની બાતમી મળતા પોલીસે સગીરા તેમજ તેની સાથે આવેલા આનંદસિંહની અટકાયત કરી પૂછપરછ કરતાં સમગ્ર આંતરરાજ્ય દેહવ્યાપારના નેટવર્ક નો પર્દાફાશ થયો હતો. પોલીસે બે યુવતી સહિત પાંચ ન ધરપકડ કરી કઇ કઈ જગ્યા એ નેટવર્ક ફેલાયેલું છે અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં તપસ હાથ ધરી છે.

અહેવાલ--સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો----- Rajkot: કાયદાનો સરેઆમ ભંગ! પૈસા લઈને રિક્ષાચાલકો લગાવી રહ્યા છે રેસ

Tags :
Advertisement

.

×