Gondal માં અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે ગણપિતનું કરાયું વિસર્જન
- Gondal માં વિધ્નહર્તા ગણેશજીનું વાજતે ગાજતે ગણપિતનું કરાયું વિસર્જન
- ગોંડલમાં 500થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું
- પોલીસ અને ફાયર જવાનોનો કાફલો ખડેપગે રહ્યો હતો
- મેડીકલ ટીમ-એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી
Gondal શહેર અને તાલુકામાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો 10 દિવસ સુધી ગણપતિ મહોત્સવ દરમ્યાન ઠેર ઠેર સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ત્યારે આજરોજ ગણપતિ ઉત્સવ સમાપન સમયે વિધ્નહર્તા ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. આ વર્ષે વિસર્જનના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને સુરક્ષા તથા સુવિધા માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.શહેરના વોરાકોટડા પર આવેલી કાળા પાણાની ખાણમાં પાણીની મધ્યે વિધ્નહર્તા ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.શહેરના રાજમાર્ગો પર વાજતે ગાજતે ડીજેના તાલ સાથે અગલે બરસ તું જલ્દી આ ના નાદ સાથે લોકોએ ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી.
Gondal માં વિસર્જન સ્થળ પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગણપતિ વિસર્જન સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ગોંડલ તાલુકાના PI એ.ડી.પરમાર, PSI એ.વી.સાંખટ, આર.આર.સોલંકી, એસ.આર.પંડ્યા, આર.એ.જાડેજા,મહિલા પોલીસ, GRD જવાનો, સહિત 41 જેટલા પોલીસ જવાનો, 24 GRD, સહિત 70 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યા હતા.
Gondal માં ફાયરના 25 જવાનો ખડેપગે
ગોંડલ નગરપાલિકાના ફાયર ઓફિસર સહિત 25 જેટલા ફાયર જવાનો ગણપતિ વિસર્જન દરમ્યાન ખડેપગે રહ્યા હતા અને નાની મૂર્તિઓના વિસર્જન માટે ખાસ તરાપો અને મોટી મૂર્તિઓ માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિસર્જન સ્થળ પર મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ જેવી કટોકટીની સેવાઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. વિસર્જન સ્થળે ટ્રાફિક જામ ન થાય તે માટે વિશાળ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી હતી. મૂર્તિ વિસર્જન માટે ફક્ત 5 વ્યક્તિઓનેજ પ્રવેશ આપવામાં આવ્યો હતો જેઓ મૂર્તિ ફાયર જવાનોને સોપી ફાયરના જવાનો તરાપા અને ક્રેનની મદદથી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું
Gondal માં 500થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું
ગોંડલ શહેરમાં આશરે 65 મોટા ગણેશ પંડાલો સહિત લોકોએ ઘરે ઘરે, સોસાયટીમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજરોજ 500થી વધુ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, નગરપાલિકા ઉપ પ્રમુખ પ્રતિનીધી વૈભવભાઈ ગણાત્રા, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, વાહન શાખાના ચેરમેનના પ્રતિનિધિ સમીરભાઈ કોટડીયા, પૂર્વ કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા, બાંધકામ ચેરમેન જગદીશભાઈ રામાણી મનસુખભાઇ સખીયા, ભાવેશભાઈ પીપળીયા, ફાયર ઓફિસર અને અન્ય પદાધિકારીઓ સહિતનું વહીવટીતંત્ર સ્થળ પર હાજર રહીને સમગ્ર વ્યવસ્થા જાળવી હતી.
અહેવાલ: વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો: 2323 કરોડના સટ્ટાકાંડનો કેસ થતાં સૂત્રધાર Harshit Jain ગોવાથી વાયા નેપાળ થઈને દુબઈ પહોંચ્યો હતો


