Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા મહિલાઓને 'The Kerala Story' ફિલ્મ નિઃશુલ્ક બતાવવામાં આવી

અહેવાલઃ ઉદય જાદવ, સુરત  હાલ ખૂબ ચર્ચિત ફિલ્મ ધ કેરલા સ્ટોરી દેશ ભરમાં ખુણે ખૂણે ચર્ચામાં છે ત્યારે સુરત જિલ્લામાં બારડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા બારડોલીના સિનેમાઘરોમા ટિકિટો બુક કરીને ત્રણ દિવસ સુધી સતત બહેનો દીકરી અને...
સુરતમાં ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા મહિલાઓને  the kerala story  ફિલ્મ નિઃશુલ્ક બતાવવામાં આવી
Advertisement

અહેવાલઃ ઉદય જાદવ, સુરત 

હાલ ખૂબ ચર્ચિત ફિલ્મ ધ કેરલા સ્ટોરી દેશ ભરમાં ખુણે ખૂણે ચર્ચામાં છે ત્યારે સુરત જિલ્લામાં બારડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા બારડોલીના સિનેમાઘરોમા ટિકિટો બુક કરીને ત્રણ દિવસ સુધી સતત બહેનો દીકરી અને માતાઓને આ ફિલ્મ નિઃશુલ્ક બતાવવામાં આવશે ત્યારે આજરોજ પહેલા જ દિવસે મોટી સંખ્યામાં મોટી વયની મહિલાઓ તેમજ યુવતીઓ બારડોલી ખાતે આવેલ મિલાનો સિનેમાઘરમાં એકત્રિત થઈ હતી અને સાથે સાથે ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ હાજર રહ્યા હતા.

Advertisement

Advertisement

ધારા સભ્ય ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઘણાં ધારા સભ્યોએ હાલમાં જ પડેલી ધ કેરલા સ્ટોરી મૂવી બહેન,દીકરીઓ ને મફત બતાવવાનું આયોજન કર્યું છે ત્યારે ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ પોતાના બારડોલી વિધાન સભા મત વિસ્તારની દીકરી બહેનો ને નિશુલ્ક ધ કેરલા સ્ટોરી મૂવી બતાવવાનું આયોજન કર્યું હતું ત્યારે ધારાસભ્ય ઈશ્વર પરમારે વધુમાં કહ્યું હતું કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી તમામ વિગતોથી બહેન દીકરી વાકેફ થાય તે માટે બારડોલી ખાતે ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા બહેન દીકરીઓને મફત ધ કેરલા સ્ટોરી ફિલ્મ બતાવી હતી,બહેન અને દીકરીઓની સાથે સાથે ધારા સભ્ય ઈશ્વર પરમારે પણ ફિલ્મને નિહાળી હતી ત્યારે ધારાસભ્યના આ આયોજનને લઈ આખું સિનેમા ધર પ્રેક્ષકોથી ઉભરાઇ ગયું હતું.

સંપૂર્ણ ફિલ્મ નિહાળ્યા બાદ માતાઓ અને બહેનો દ્વારા પોતાનો મંતવ્ય રજૂ કરવામાં આવ્યો જેમાં એક સમાજથી બીજા સમાજમાં ધર્માંતરણ કરીને દીકરીઓ જાય છે તેઓને લઈને શુ- શુ સમસ્યાઓ ઉદભવે છે તે જ મુદ્દે માતાઓ અને બહેનોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ધ કેરલા સ્ટોરી મૂવીના ભરપેટ વખાણ કરતાં સૌ લોકોએ આ મુવી અવશ્ય જોવા માટે અપીલ કરી હતી.

હાલ તો આ ફિલ્મને લઈને માતાઓમાં અને યુવતીઓમાં અનોખો ઉત્સાહ જોવા તો મળ્યો છે સાથે સાથે ધારાસભ્ય ધ્વારા ત્રણ દિવસ સુધી બારડોલીના સિનેમાઘરોમાં તમામ ટિકિટો બુક કરીને ફિલ્મ નિઃશુલ્ક બતાવીને માતાઓ અને દીકરીઓમાં એક અવરનેશ આવે તે માટે અનોખો પ્રયાસ જોવા મળ્યો હતો .

Tags :
Advertisement

.

×