Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SMCના કર્મચારીઓ માટે સાયકલ ટુ વર્ક અભિયાનનો પ્રારંભ, મેયર સાયકલ ચલાવી કચેરી પહોંચ્યા હતા

સુરત મહાનગર પાલિકાના સાયકલ શેરીંગ પ્રોજેક્ટ પર ભિખારી-શ્રમજીવીઓનો કબજો થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સાયકલ સ્ટેન્ડને ભીખારીઓએ રેન બસેરા બનાવી દીધું હોવાથી લોકો સાયકલ મુકી શકતા નહિ હોવાની બુમ પડી છે. પાલિકાએ આંખ આડા કાન કરતા સાયકલ પ્રોજેક્ટ...
smcના કર્મચારીઓ માટે સાયકલ ટુ વર્ક અભિયાનનો પ્રારંભ  મેયર સાયકલ ચલાવી કચેરી પહોંચ્યા હતા
Advertisement

સુરત મહાનગર પાલિકાના સાયકલ શેરીંગ પ્રોજેક્ટ પર ભિખારી-શ્રમજીવીઓનો કબજો થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સાયકલ સ્ટેન્ડને ભીખારીઓએ રેન બસેરા બનાવી દીધું હોવાથી લોકો સાયકલ મુકી શકતા નહિ હોવાની બુમ પડી છે. પાલિકાએ આંખ આડા કાન કરતા સાયકલ પ્રોજેક્ટ થી લોકો દુર ભાગી રહ્યાં છે,બીજી બાજુ મજુરાગેટ ચાર રસ્તા,અઠવા પોલીસ ચોકી સહિત અનેક સાયકલ સ્ટેન્ડ પર થી સાયકલ ગાયબ થતા લોકો અકળાયા છે.

પાલિકાએ વર્ષ 2019 થી સાયકલ શેરીંગ પ્રોજેક્ટ શરૂ કર્યો

Advertisement

સુરત પાલિકાએ વર્ષ 2019 થી સાયકલ શેરીંગ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને જીપીએસ સિસ્ટમ સાથે સાયકલ લાવી અનેક જગ્યાએ સાયકલ સ્ટેન્ડ બનાવ્યા હતા. આ પ્રોજેક્ટ શરૂ કરવા સાથે ઘણી સફળતા મળી હોવાના દાવા કર્યા હતા,લોકો વહેલી સવારે સાયકલીંગ પાલિકાની આ સાયકલ પર જ કરતા હતા.જોકે, સમય જતાં સાયકલની સંખ્યામાં પણ વધારો થયો હતો પરંતુ પાલિકાએ સાયકલ સ્ટેન્ડ પર ધ્યાન આપવાનું ઓછું કરી દેતા આજે આ પ્રોજેક્ટ ચત્રેહાલ જોવા મળી રહ્યો છે.ક્યાંક મેપ ફાટી ગયા છે.તો કેટલીક જગ્યા એ સાઇકલ ગાયબ છે,જો કે આ અંગે સુરત શહેર મેયર હેમાલી બોઘવાલા એ શેરીંગ સાયકલ પ્રોજેક્ટ ને લઈ સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરી રહ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છતાં તેમણે કહ્યું હતું કે સાયકલ પ્રોજેક્ટ લોકો ને હેલ્ડી રાખે છે.લોકો ના સ્વસ્થ્ય માટે આ સુવિધા ઊભી કરાઇ છે

Advertisement

પાલિકાના સાયકલ સ્ટેન્ડ ઉપર 24 કલાક ગંદકી જોવા મળી રહી છે

પરંતુ ગુજરાત ફર્સ્ટ ના માધ્યમ થી શ્રમજીવી ઓનું જણાતા મેયર અટવાયા હતા,અને કહ્યું હતું કે શ્રમજીવી અથવા ભિખારી ઓની સાઇકલ સ્ટેન્ડ ને લઈ એવી કોઈ ફરિયાદ મળી નથી પરંતુ જો એવી હશે તો કાર્યવાહી કરાશે,બીજીબાજુ સાઇકલનો વપરાશ કરનાર લોકો એ ભારે રોષ વ્યક્ત કર્યો હતો,આ અંગે સાઇકલનો વપરાશ કરનાર વિનોદ કશવાલા એ કહ્યું હતું કે સાયકલ સ્ટેન્ડ ને ભિખારી ઓએ અડ્ડો બનાવી દીધો છે.તેના કારણે લોકો સાયકલ મુકવા પણ આવતા ડરી રહ્યાં છે.પાલિકા તંત્ર અહીં સફાઈ કરવા માટે પણ પહોંચી શકતું નથી.સામાન્ય દુકાનદારો કે શહેરીજનો કચરો ફેંકે તો તેને સીસીટીવી ની મદદથી દંડ ફટકારે છે. પરંતુ પાલિકાના સાયકલ સ્ટેન્ડ ઉપર 24 કલાક ગંદકી જોવા મળી રહી છે તેની સામે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે સ્વચ્છ સુરતની સુંદરતામાં ઘટાડો કરી રહ્યાં છે

સુરત મહાનગરપાલિકાએ પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે સાયકલ શેરીંગ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા 75 કિલોમીટરનો સાયકલ ટ્રેક બનાવ્યો છે. આ ઉપરાંત સાયકલ શેરીંગ પ્રોજેક્ટ પણ અમલમાં મુક્યો છે પરંતુ સુરત પાલિકાની બેદરકારીના કારણે મોટા ઉપાડે શરૂ કરવામા આવેલો અંદાજે 15 કરોડ રૂપિયા નો સાયકલ શેરીંગ પ્રોજેક્ટ થી હવે લોકો દુર ભાગી રહ્યાં છે. સુરતના અનેક સાયકલ શેરીંગ સ્ટેન્ડ પર ભિખારીઓ અને શ્રમવીજીઓએ કબજો જમાવી દેતાં આ પ્રોજેક્ટ પાણી માં ગયો હોય એમ લાગી રહ્યું છે.

આપણ  વાંચો -મહિલા ઉદ્યોગસાહસિકો માટે 100 ઉદ્યોગ સાહસિકતા જાગૃકતા કાર્યક્રમ યોજાશે

Tags :
Advertisement

.

×